- દિલ્હીની એઈમ્સમાં વહેલી સવારે આગ લાગી
- આગને કારણે કોઈ નુક્સાન નહીં
- સફદગંજ હોસ્પિટલનીં કેન્ટીનમાં પણ આગ લાગી
દિલ્હી: એઈમ્સ હોસ્પિટલ (AIIMS)માં સોમવારે વહેલી સવારે આગ લાગી હતી. ઇમર્જન્સી વોર્ડની નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર રૂમમાં આગ લાગી હતી. ફાયરની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગને સવારે પાંચ વાગ્યે આગનો કોલ મળ્યો હતો. આગની ઘટના બાદ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. હમણાં સુધી, કોઈ જાન-માલના નુક્સાનના સમાચાર નથી.
તમામ દર્દીઓ સુરક્ષિત
5:15 વાગ્યે, એઈમ્સ ખાતે હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં આગની જાણ થઈ હતી. એઈમ્સ હોસ્પિટલમાં એક ઓરડામાંથી ધૂમાડો અને તણખાઓ દેખાતા તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરિસ્થિતિ હવે સામાન્ય અને નિયંત્રણમાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજા થઈ નથી. આગના ચોક્કસ કારણો શોધવા તપાસ ચાલુ છે.