ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Vivek Bindra Case : નોઈડા પોલીસે મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની સોસાયટીમાં ગાર્ડ અને અન્યોની પૂછપરછ કરી - motivational speaker

મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પોતાની પત્ની પર હુમલાના આરોપી તરીકે જાહેર થયા બાદ પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેની ધરપકડ કરવામાં આવી નથી. આજે શુક્રવારે પોલીસ પૂછપરછ માટે નોઈડામાં તેની સોસાયટીમાં પહોંચી હતી.

Vivek Bindra Case : નોઈડા પોલીસે મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની સોસાયટીમાં ગાર્ડ અને અન્યોની પૂછપરછ કરી
Vivek Bindra Case : નોઈડા પોલીસે મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની સોસાયટીમાં ગાર્ડ અને અન્યોની પૂછપરછ કરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 9:28 PM IST

નવી દિલ્હી : પોલીસ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની સોસાયટીમાં તપાસ માટે પહોંચી હતી. તેના પર પત્ની પર હુમલો કરવાનો આરોપ છે.જેની તપાસ કરવા પહોંચેલી પોલીસેે સુરક્ષા ગાર્ડ અને અન્ય લોકો પાસેથી ઘટના અંગેની માહિતી એકઠી કરી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓના નિવેદન લેવામાં આવ્યાં હતાં. ટીમે અન્ય ઘણા સીસીટીવી ફૂટેજનું પણ વિશ્લેષણ કર્યું હતું. વિવેક બિન્દ્રા સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીમાં રહે છે. પત્ની પર હુમલાની ઘટના આ સોસાયટીમાં બની હતી.

વિવેકના સાળાએ નોંધાવી હતી :નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં વિવેક બિન્દ્રાની બીજી વખત પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં અનેક પાસાંઓ અધૂરા રહી ગયા હતાં. પત્ની પર થયેલા હુમલામાં આરોપી જાહેર થયા બાદ તે સોશિયલ મીડિયા પર સક્રિય છે. પોલીસને વિવેકની પત્નીનો મેડિકલ રિપોર્ટ પહેલેથી જ મળી ગયો છે. આવી સ્થિતિમાં પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે ઝડપી તપાસ આગળ ધપાવી છે. પરંતુ હાલ કોઈ ધરપકડ કરવામાં આવી નથી. 14 ડિસેમ્બરે ગાઝિયાબાદના રહેવાસી વૈભવે સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં તેના સાળા વિવેક વિરુદ્ધ તેની બહેન પર હુમલો કરવાનો કેસ નોંધાવ્યો હતો.

ખરાબ રીતે માર માર્યો હતો : પત્ની તેમના સાળાએ આરોપ લગાવ્યો હતો કે બિન્દ્રા અને યાનિકાના લગ્ન 6 નવેમ્બરે થયાં હતાં. લગ્ન બાદ બંને નોઈડાના સેક્ટર-94માં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં રહે છે. લગભગ એક મહિના પછી 7 ડિસેમ્બરે વિવેક બિન્દ્રા તેની માતા પ્રભા સાથે લડી રહ્યો હતો. જ્યારે નવપરિણીત પત્ની યાનિકાએ આ બાબતે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવેકે તેને રૂમમાં બંધ કરી દીધી હતી. વિવેકે યાનિકાને ખરાબ રીતે માર માર્યો હતો. હુમલાના કારણે તેની પત્ની યાનિકાના શરીર પર ઘા છે. નોઈડા ઝોનના ડીસીપી હરીશ ચંદરે કહ્યું કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે.

  1. Vivek Bindra: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પર તેની પત્ની પર હુમલો કરવાનો આરોપ, નોઈડામાં કેસ નોંધાયો
  2. વિવેક બિન્દ્રાની પત્નીએ ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરશે, બિન્દ્રાની મુશ્કેલીઓ વધશે

ABOUT THE AUTHOR

...view details