- સુનંદા પુષ્કર કેસમાં થરૂરને મોટી રાહત
- દિલ્હી કોર્ટે થરૂરને નિર્દોષ જાહેર કર્યા
- આત્મહત્યાના કેસમાં થરૂર એક માત્ર આરોપી
દિલ્હી: સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરને દિલ્હી કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. શશિ થરૂર પર આરોપ લાગ્યા બાદ આ કેસ શરૂ થયો હતો. આ કેસમાં શશિ થરૂર એક માત્ર આરોપી હતા. 12 એપ્રિલે કોર્ટે બંન્ને પક્ષની દલલી સાંભળ્યા બાદ આરોપ નક્કી કરવા બાબતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 26 માર્ચે આ કેસના આરોપી શશિ થરૂરએ કહ્યું હતું કે, જ્યારે આત્મહત્યાનો આરોપ સાબિત નથી થતો તો આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવવાનો કોઈ મતલબ નથી.
સુનંદા આત્મહત્યા ન કરી શકે
શશિ થરૂરના વકિલ વિકાસ પાહવાએ આ કેસમાં શશિ થરૂરને નિર્દોષ કરવાની માગ કરતા કહ્યું કે, શશિ થરૂરએ સુનંદા પુષ્કરને માનસિક અથવા શારિરીક પીડા નથી આપી. તેમણે કહ્યું કે, સુનંદા પુષ્કરના પરિવારજનોએ પણ કહ્યું હતુ કે તે આત્મહત્યા ન કરી શકે. પરિવારજનોએ શશિ થરૂર પર કોઈ આક્ષેપ નથી કર્યા.