ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોંગ્રેસે અમિત શાહના નિવાસસ્થાનનો કર્યો ઘેરાવો, ફોન ટેપિંગના મુદ્દે રાજીનામાની કરી માગ - Congress state president Chaudhary Anil Kumar

દિલ્હી કોંગ્રેસે ફોન ટેપિંગના મામલે રાજીનામાની માગને લઇને ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah )ના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું. આ દરમિયાન દિલ્લી પોલીસે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર(Chaudhary Anil Kumar) સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેમને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

દિલ્હી કોંગ્રેસે અમિત શાહના ઘરનો કર્યો ઘેરાવો
દિલ્હી કોંગ્રેસે અમિત શાહના ઘરનો કર્યો ઘેરાવો

By

Published : Jul 27, 2021, 3:46 PM IST

  • દિલ્હી કોંગ્રેસે આજે ગૃહપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું
  • પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા
  • ફોન ટેપિંગના મામલે રાજીનામાની માગને લઇને પ્રદર્શન કરાયું

નવી દિલ્હી: ફોન ટેપિંગ પર દેશના ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah )ના રાજીનામાની માગને લઇને દિલ્હી કોંગ્રેસે આજે ગૃહપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમાર(Chaudhary Anil Kumar)ના નેતૃત્વમાં સેંકડો કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું અને તેમને રાજીનામાની માગ કરી. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે અને તેમને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.

આ પણ વાંચો- Rahul Gandhi ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીનેે સંસદ પહોંચ્યા

રાજીનામાની માગને લઇને આ પ્રદર્શન કરાયું

ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah )ના નિવાસસ્થાનના ઘેરાવા દરમિયાન દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે(Chaudhary Anil Kumar) કહ્યું કે, ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah )દ્વારા રાજનેતાઓના પત્રકારોના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. અમારા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો પણ ફોન ટેપ કરવામાં આવ્યો છે. આખરે આપણે કયા સમાજમાં જીવી રહ્યા છે. દેશનો ચોથો સ્તંભ જેને સામાન્ય ભાષામાં પત્રકાર કહેવામાં આવે છે તેમના પણ ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. આ બધુ દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ઇશારા પર થઇ રહ્યું છે. તેથી અમે દેશના ગૃહપ્રધાનના રાજીનામાની માગને લઇને આ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો-કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને AIIMS હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

દિલ્હી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah )ના નિવાસસ્થાનની બહાર દિલ્હી કોંગ્રેસના પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમિત શાહના ઘર બાજુ જતા બધા રસ્તા બેરિકેડ લગાવીને બંધ કરવામાં આવ્યા હતા અને દિલ્હી પોલીસ ઉપરાંત, ખેડૂતોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ અઘટિત પરિસ્થિતિનો સામનો કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details