- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે CBSEની પરીક્ષા મુલતવી રાખવા માંગ કરી
- 6 લાખ વિદ્યાર્થીઓ દિલ્હીમાં CBSE બોર્ડની પરીક્ષા આપશે
- પરીક્ષા યોજાશે તો પરીક્ષા કેન્દ્રો હોટસ્પોટ બની જશે
નવી દિલ્હી :મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્રની આગામી CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 6 લાખ વિદ્યાર્થીઓ દિલ્હીમાં બોર્ડની પરીક્ષા આપશે. આવા સંજોગોમાં, પરીક્ષા કેન્દ્રો હોટસ્પોટ બની જશે.
CBSEની પરીક્ષા દિલ્હીના 6 લાખ વિદ્યાર્થીઓ આપશે
કેજરીવાલે જણાવ્યું હતું કે, CBSEની પરીક્ષાઓ આવવાની છે. CBSEની પરીક્ષા દિલ્હીના 6 લાખ વિદ્યાર્થીઓ આપશે. જેમાં એક લાખની નજીકની સંખ્યામાં શિક્ષકો જોડાશે. આ મોટા પાયે કોરોના ફેલાવી શકે છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, CBSEની પરીક્ષાઓ રદ કરવામાં આવે.
આ પણ વાંચો : CBSEની બાકી રહેલી તમામ પરીક્ષા રદ, પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી સાથે ખાસ વાતચીત