નવી દિલ્હી: દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ(Delhi BJP state president Aadesh Gupta) મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ((Delhi Chief Minister Arvind Kejriwal) ગુરુવારે સાંજે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ('The Kashmir Files') જોવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પહોંચ્યા ન હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમની હાજરીમાં રાજ્ય ભાજપ દ્વારા ફિલ્મ વિભાગમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ હેઠળ ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
આ પણ વાંચો:કેજરીવાલે The kashmir Filesને ટેક્સ ફ્રી બનાવવા પર કર્યો કટાક્ષ કહ્યું, તેને યુટ્યુબ પર અપલોડ કરો
ફિલ્મ પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવીને બતાવો: દુષ્યંત ગૌતમે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા કાશ્મીર ફાઇલ્સને ખોટી ફિલ્મ કહીને એ તમામ કાશ્મીરી પંડિતોનું અપમાન છે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે. જો કેજરીવાલમાં હિંમત હોય તો આ ફિલ્મ પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવીને બતાવો. કેજરીવાલ ગર્વથી વિધાનસભામાં વીજળી ફ્રી કરવાની વાતનું પુનરાવર્તન કરે છે, પરંતુ તેની સત્યતા બધા જાણે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વીજ બિલ હજારો રૂપિયા આવી રહ્યા છે.