નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટ્વીટ કર્યું (delhi cm arvind kejriwal tweets) હતું જેણે હેડલાઈન્સ બનાવી છે. ટ્વિટર પર કેજરીવાલે પૂછ્યું કે, શું લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને દિલ્હીના આગામી એલજી બનાવવામાં આવી (praful patel be the new lg of delhi) રહ્યા છે? આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં બહુમતી મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) વિજયની ઉજવણી (arvind kejriwal tweets about new lg of delhi) કરી રહી છે. દિલ્હીની બહાર કોઈપણ રાજ્યમાં આમ આદમી પાર્ટીની આ એક મોટી ઉપલબ્ધિ છે.
આ પણ વાંચો:UP Assembly Election 2022: યુપીમાં ઓવૈસીની પાર્ટીને NOTA કરતા પણ મળ્યા ઓછા મત
પ્રફુલ્લ પટેલ દાદરાનગર, હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક:પ્રફુલ્લ પટેલ હાલમાં દાદરા નગર અને હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક છે. લક્ષદ્વીપના પરિદ્રશ્યને બદલવા માટે કેટલાક ડ્રાફ્ટ નિયમો લાવવા માટે તેમને સખત પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. તે નિયમો અનુસાર, ટાપુના કોઈપણ વિસ્તારને પ્રશાસક દ્વારા વિકાસના હેતુ માટે આયોજન વિસ્તાર તરીકે જાહેર કરી શકાય છે. તેમના આ નિર્ણયનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કેજરીવાલના ટ્વિટને લઈને આ અટકળોએ જોર પકડ્યું:કેજરીવાલે પોતાના ટ્વીટ સાથે વધુ કોઈ માહિતી આપી નથી. એવી આશંકા છે કે, તેમને પહેલેથી જ ખબર પડી ગઈ છે કે, કેન્દ્ર પ્રફુલ પટેલને દિલ્હીના આગામી એલજી તરીકે નિયુક્ત કરી રહ્યું છે. MCD ચૂંટણી પહેલા કેજરીવાલના ટ્વિટને લઈને આ અટકળોએ જોર પકડ્યું છે.