ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi chief secretary: દિલ્હીના મુખ્ય સચિવ પર પુત્રની કંપનીને 315 કરોડનો ફાયદો પહોંચાડવાનો આરોપ, CM કેજરીવાલે શરૂ કરી તપાસ - cm arvind kejariwal

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ નરેશ કુમાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાઈ ગયાં છે. તેમના પર દ્વારકા એક્સપ્રેસ વે માટે જમીન અધિગ્રહણમાં ગડબડ કરીને પોતાના પુત્રની કંપનીને 315 કરોડ રૂપિયાનો નફો કરાવવાનો આરોપ છે. ફરિયાદ મળતાની સાથે જ સીએમએ વિજિલન્સ મંત્રી આતિષીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મુખ્ય સચિવે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Delhi chief secretary
Delhi chief secretary

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 7:36 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય સચિવ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાઈ ગયાં છે. 353 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં તેમનું સામે આવ્યું છે. ફરિયાદ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિજિલન્સ વિભાગ પાસેથી તપાસ રિપોર્ટ માંગ્યો છે. મુખ્ય સચિવ નરેશ કુમાર પર તેમના પુત્ર કરણ ચૌહાણની કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ છે.

શું છે સમગ્ર મામલો: જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયને મુખ્ય સચિવ નરેશ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી. ત્યારબાદ આ ફરિયાદ મંત્રી આતિષીને મોકલવામાં આવી હતી. ફરિયાદ મુજબ નરેશ કુમાર પર તેમના પુત્રને નોકરી આપનારી કંપનીને 315 કરોડ રૂપિયાનો લાભ આપવાનો આરોપ છે. તેમના પુત્ર પર ડીએમને વળતર વધારવા માટે કહેવાનો આરોપ છે. છેલ્લા ત્રણ જિલ્લા મેજિસ્ટ્રેટે જમીનના વળતરમાં વધારો કરવાનો ઇનકાર કર્યો હતો. નરેશ કુમાર મુખ્ય સચિવ બન્યાના 40 દિવસ પછી, હેમંત કુમાર દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડીએમ બન્યા અને જમીન વળતરની રકમ 41.50 કરોડ રૂપિયાથી વધારીને 353 કરોડ રૂપિયા કરવાનો આદેશ આપ્યો.

"મારે અને મારા પરિવારને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. મેં જ આ મામલાની તપાસની ભલામણ કરી હતી. જો આમ હોત તો હું શા માટે આવું કરત. મેં દિલ્હી સરકારની ઘણી અનિયમિતતાઓને ઉજાગર કરી છે. તેથી મારી સામે બદલો લેવાની ભાવના થી આ આરોપો લગાવવામાં આવી રહ્યાં છે." -નરેશ કુમાર, મુખ્ય સચિવ, દિલ્હી સરકાર

તમામ આરોપો પાયાવિહોણાઃ મીડિયામાં સમાચાર આવ્યા બાદ મુખ્ય સચિવ નરેશ કુમારે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું, "ડીએમ હેમંત કુમારે 15 મે, 2023 ના રોજ ખાનગી કંપનીની તરફેણમાં એક યાદી જાહેર કરીહતી, જેમાં પક્ષકારોએ નિયમોનું ઉલ્લંઘન કરીને વળતરમાં 9 ગણો વધારો કર્યો હતો. મેં સરકારને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા કહ્યું છે. તેમજ 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ. સીબીઆઈ તપાસ માટે પણ ભલામણ કરી હતી. ભારત સરકાર ભલામણ માટે સંમત થઈ. ત્યારબાદ 20 ઓક્ટોબરે ડીએમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો હું અને મારો પરિવાર કોઈ કૌભાંડમાં સંડોવાયેલ હોઈએ તો હું તપાસની ભલામણ શા માટે કરીશ? એવું લાગે છે કે સ્પષ્ટ કારણોસર નિહિત સ્વાર્થો દ્વારા આ મારી સામે બદલો લેવામાં આવ્યો છે, કારણ કે મેં દિલ્હી સરકારમાં ઘણી ગેરરીતિઓને ઉજાગર કરી છે.

કેવી રીતે થયો ખુલાસોઃ NHAIના દ્વારકા એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન પર એક મોટો રિપોર્ટ આવ્યો છે. દ્વારકા એક્સપ્રેસ વે રોડ પ્રોજેક્ટ માટે બામનોલી ગામમાં 19 એકર જમીન માટે પ્રતિ એકર રૂ. 18.54 કરોડના દરે બે લોકોને વળતર તરીકે રૂ. 353 કરોડ આપવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 2018માં જમીનની કિંમત 41 કરોડ રૂપિયાની આસપાસ હતી, પરંતુ આ વર્ષે મે મહિનામાં દિલ્હીના ડીએમ IAS હેમત કુમારે તે જ જમીન માટે 353 કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું. વળતરનો લાભ મેળવનાર કંપની સાથે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારના પુત્રનું કનેક્શન સામે આવ્યું છે. તે જ સમયે, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજ સહિત AAP નેતાઓએ આ વિવાદ પર ટિપ્પણી કરી છે.

  1. Delhi Excise Policy Scam: કોર્ટે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી, સમય નક્કી કર્યો
  2. રોડ રેજની ઘટના બાદ CRPFની કાર્યવાહી, કુમાર વિશ્વાસની સુરક્ષા માટે તૈનાત જવાનોને હટાવ્યા

ABOUT THE AUTHOR

...view details