નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર પોસ્ટર વોરની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કાલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ આપ પાર્ટી દ્વારા સંજય સિંહનું પોસ્ટર જાહેર કરાયું હતું. જેમાં સંજય સિંહના ફોટા સાથે નીચે લખ્યું હતું કે 'ઈમાનદારી એવી હોય કે ના કોઈ ડરાવી શક્યું કે ના કોઈ નમાવી શક્યું'. આપ પાર્ટીના આ પોસ્ટર પર ભાજપની પ્રતિક્રિયા તો આવવાની જ હતી અને ભાજપે તેના જવાબમાં નવું પોસ્ટર જાહેર કરી દીધું હતું.
ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર: સંજય સિંહની ધરપકડ બાદ ભાજપે નવું પોસ્ટર જાહેર કર્યુ છે, જેમાં સંજય સિંહ અને મનીષ સિસોદિયાને તિહાડ જેલની અંદર કેદી તરીકે દર્શાવ્યાં છે. દિલ્હીમાં ભાજપ પ્રદેશે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે, in Tihar Jail now. આપ નેતા સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીમાં પોસ્ટર વોરની રાજનીતિ ગરમાઈ ગઈ છે. એક તરફ દિલ્હી ભાજપ બંનેને ભ્રષ્ટાચારી અને લૂંટારા ગણાવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પોતાના નેતાના પક્ષમાં પોસ્ટર જાહેર કરતા ઈમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું છે.