- દિલ્હીથી 100 યાત્રાળુઓ અયોધ્યા જવા રવાના
- દિલ્હી ભાજપના અધ્યક્ષે શુભેચ્છા આપી યાત્રાળુઓને આપી વિદાય
- ત્રણ દિવસીય યાત્રા માટે તમામ યાત્રાળુઓ ઉત્સુક
આ પણ વાંચોઃઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગૂ, 5થી વધુ લોકોના એકત્રિત થવાં પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ દિલ્હીથી અયોધ્યા દર્શન કરવા માટે 100 યાત્રાળુઓ નીકળી પડ્યા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન અયોધ્યાની યાત્રા પર ગયેલા કાર્યકર્તાઓને શુભેચ્છા આપી રવાના કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા રામવીરસિંહ બિધુડી અને પ્રદેશ ભાજપના પદાધિકારી હર્ષ મલ્હોત્રા અને વિરેન્દ્ર સચદેવા ઉપસ્થિત રહ્યા હતા.