- વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ
- ફેસબુકે પોતાના વરિષ્ઠ પ્રતિનિધિમાંથી એકને હાજર કરવો પડશે
- સમિતિ પાસે નિર્દેશ આપવાની સત્તા
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા (Delhi Legislative Assembly)ની પીસ એન્ડ હાર્મની કમિટી (Committee on Peace and Harmony)એ ફેસબુક ઇન્ડિયા (Facebook India)ને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો અંગે 2 નવેમ્બરના રોજ તેના વરિષ્ઠ પ્રતિનિધિઓમાંથી એક રજૂ કરવા જણાવ્યું છે.
સમિતિ પાસે સભ્યો અને બિન-સભ્યોને હાજર થવાનો નિર્દેશ આપવાની સત્તા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ફેસબુકના લાખો યુઝર્સ હોવાથી તેને સુપ્રીમ કોર્ટના 8 જુલાઈ, 2021ના આદેશ પ્રમાણે સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, સમિતિ પાસે સભ્યો અને બિન-સભ્યોને તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવાની સત્તા છે.
સમિતિ ખોટા સંદેશાઓને રોકવા ચર્ચા કરવા માંગે છે