ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ 2, 17 મેની મધ્યરાત્રિથી બંધ રહેશે - Terminal 3

દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 2, 17 મેના મધ્યરાત્રિથી બંધથી બંધ કરવામાં આવશે

plane
દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ 2, 17 મેની મધ્યરાત્રિથી બંધ રહેશે

By

Published : May 12, 2021, 2:29 PM IST

  • દિલ્હી એરપોર્ટમાં ટર્મિનલ 2 બંધ કરવામાં આવ્યું
  • ટર્મિનલ 2 17 મેની મધ્યરાત્રિથી અસ્થાયી રૂપે બંધ
  • તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ 3 પરથી જશે

દિલ્હી: ડાયલથી પ્રાપ્ત માહિતી મુજબ, આ ટર્મિનલ 2 ડોમેસ્ટિક ટર્મિનલ 17 મેના મધ્યરાત્રિથી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે અને 18 મેથી તમામ ફ્લાઇટ્સ ટર્મિનલ 3 થી ઉડાન ભરશે.

શટલ સેવા થોડા દિવસો માટે કાર્યરત રહેશે

પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ટર્મિનલ 2 થી ટર્મિનલ 3 વચ્ચે શટલ સેવા થોડા દિવસ કાર્યરત રહેશે. તેથી, જો કોઈ પ્રવાસા આકસ્મિક રીતે ટર્મિનલ 2 પર પહોંચે છે, તો તેને ટર્મિનલ 3 પર લાવવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હી-લુધિયાણા ફ્લાઇટમાં ઉડાન ભરનારા એર ઈન્ડિયાના કર્મચારીને કોરોના પોઝિટિવ


લાંબી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રવાસીઓની સંખ્યા સતત ઘટવા લાગી, ત્યારે મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે માત્ર ટર્મિનલ 3 ચલાવી શકાય છે, ત્યારબાદ ટર્મિનલ 2 ને ચાલુ રાખવાનો કોઈ જરુર નથી. આખરે, લાંબી બેઠક પછી, ટર્મિનલ 2 બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એરપોર્ટ સ્રોતો અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં મુસાફરોની સંખ્યા ઘટીને 30,000 ની આસપાસ થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details