- પ્રદૂષણ એ શ્વસન સંબંધી સમસ્યાઓ માટે મોટી સમસ્યા
- ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પ્રદૂષણ વધવાના આ કારણો
- માત્ર ફેફસાં જ નહીં, હૃદયને પણ નુકસાન
નવી દિલ્હી: રાજધાનીમાં પ્રદૂષણ (air pollution in delhi ) ભયજનક સ્તરે પહોંચી ગયું છે. દેશની સૌથી મોટી હોસ્પિટલ AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા (DELHI AIIMS DIRECTOR RANDEEP GULERIA)ના એ નિવેદનથી આ વાતનો ખુલાસો થયો છે, જેમાં તેમણે કહ્યું છે કે, વધતું પ્રદૂષણ ન માત્ર કોરોનાના દર્દીઓ માટે ખતરનાક છે, પરંતુ તેની ખૂબ જ ઘાટક અસરથી કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલે કે જેમ જેમ પ્રદૂષણનું સ્તર વધશે તેમ કોરોનાના કેસ પણ વધશે. અત્યાર સુધી કોરોના જે શાંત સ્થિતિમાં પહોંચી ગયો હતો, હવે વધતા પ્રદૂષણને કારણે તેને ફરી વધવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે. જો AIIMSના ડાયરેક્ટરની વાતમાં સત્ય હોય તો કોરોનાની ત્રીજી લહેર બહુ દૂર નથી.
પ્રદૂષણ એ શ્વસન સંબંધી સમસ્યાઓ માટે મોટી સમસ્યા
AIIMS દિલ્હીના ડાયરેક્ટર અને પલ્મોનરી ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, પ્રદૂષણ એ શ્વસન સંબંધી સમસ્યાઓ માટે મોટી સમસ્યા છે. ખાસ કરીને એવા દર્દીઓમાં કે જેઓ અસ્થમા અથવા ફેફસા સંબંધિત બિમારીથી પીડિત છે. આ દર્દીઓ પર વાયુ પ્રદૂષણ અને કોરોના વાયરસની ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં કોવિડ -19 થી પીડિત દર્દીઓ વધતા પ્રદૂષણને કારણે વધુ જોખમની સ્થિતિમાં છે. કોરોના સંક્રમણને કારણે પહેલાથી જ ક્ષતિગ્રસ્ત ફેફસાં અને વાયુ પ્રદૂષણને કારણે કોરોના દર્દીઓના મૃત્યુ થવાની શક્યતા વધુ છે.
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પ્રદૂષણ વધવાના આ કારણો