- વડાપ્રધાન મોદી ઈટલી જવા રવાના
- નરેન્દ્ર મોદી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે
- રોમમાં આયોજિત થશે 16 મું G20 લીડર્સ સમિટ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રોમમાં યોજાનાર 16મા G20 Leaders Summit માં ભાગ લેવા ઈટલી જવા રવાના થયાં છે. વડાપ્રધાન મોદી G20 નેતાઓ સાથે મહામારી, સતત વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને સ્વાસ્થ્ય સુધાર પર ચર્ચામાં શામિલ થશે. ઈટલીના વડાપ્રધાન મારીયો ડ્રૈગીના નિમંત્રણ પર મોદી 30-31 ઓક્ટોબર સુધી રોમમાં યોજાનાર 16 મા G20 શિખર સંમેલનમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ઈટલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગી સાથે પણ બેઠક કરશે
ભારત- પેરિસ સમજૂતિ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને પુરા કરવાના માર્ગે છે: હર્ષવર્ધન શ્રૃંગલા
મોદી રવાના થાય તે પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગુરુવારે કહ્યું કે, ઈટલીમાં આસન્ન શિખર સંમેલનમાં કોવિડ- 19 મહામારી સહિત ભવિષ્યમાં આવનારી આવી જ સમસ્યાઓને લઈને ચોક્કસ પરિણામ નીકળી શકે છે અને ગ્લોબલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક સુધાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. વિદેશ સચિવે એમ પણ કહ્યું કે, ભારત પેરિસ સમજૂતિ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને પુરા કરવાના માર્ગે છે અને તે વિકાસશીલ દેશોને જળવાયું પરિવર્તનનો સામનો કરવામાં મદદ માટે નાણાંકીય સંસાધનો તેમજ ટેક્નોલોજીને ઉપલબ્ધ કરાવવા સંબંધી પ્રતિબદ્ધતાઓને પુરા કરાવવાની ઈચ્છા ધરાવે છે.
આ પણ વાંચો: સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે સીએમ ઉદ્ધવ ઠાકરેને ન્યાયની અપીલ કરી
વડાપ્રધાન મોદી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર રહેશે: હર્ષવર્ધન શ્રૃંગલા
ગ્લાસ્ગોમાં યોજાનાર COP-26 શિખર સંમેલન પહેલા શ્રૃંગલાએ કહ્યું, "અમે અમારું NDC (રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાન) પ્રતિબધ્તાઓને પૂરી કરવા માટે અને તેનાથી પણ વધારે ઉત્તમ કરવાના અમારા માર્ગ પર છીએ." શ્રૃંગલાએ સંવાદદાતાઓને જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશોના સામાન્ય નાગરિકો તથા G20 માં સમાવેશ અર્થવ્યવસ્થાઓનો અવાજ બની રહેશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર રહેશે. વિદેશ સચિવે કહ્યું કે, વડાપ્રધાન ઈટલીના 29 થી 31 ઓક્ટોબર સુધી G20 દેશોના સમૂહના શિખર સંમેલનમાં ભાગ લેવા રોમ (ઈટલી) માં રહેશે અને તે બાદ 26મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP-26) માં વિશ્વ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેવા માટે બ્રિટનના ગ્લાસગોમાં જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મોદી વેટીકન સિટીમાં પોપ ફ્રાન્સીસને મળશે અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો તથા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો: 3 અઠવાડિયા પછી મન્નતના રાજકુમાર આર્યન ખાનને મળ્યા જામીન
COP- 26 બેઠક બ્રિટન અને ઈટાલીની સહઅધ્યક્ષતામાં થશે
ઉલ્લેખનીય છે કે, G20 દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓનું એક વૈશ્વિક મંચ છે. જેના સભ્ય દેશોમાં દુનિયાની 80 ટકા GDP, 75 ટકા વૈશ્વિક વ્યાપાર શામેલ છે. આ સમૂહની વસ્તી દુનિયાની કુલ વસ્તીના 60 ટકા છે. આ સમૂહનો મુખ્ય વિષય લોકો, પૃથ્વી અને સમૃદ્ધિ છે. ઉલ્લેખનીય છે કે COP- 26 બેઠક 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી બ્રિટન અને ઈટલીની સહઅધ્યક્ષતામાં થઈ રહી છે.