ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખનઉમાં BJP ની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠક, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થશે શામેલ - રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકનું ઉદ્ઘાટન

રાજધાની લખનઉ સ્થિત ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન માં આજે સોમવારે ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક મળશે. સવારે 11 વાગ્યે બેઠકનું ઉદ્ઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. બેઠક માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

લખનઉમાં BJP ની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠક
લખનઉમાં BJP ની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠક

By

Published : Mar 15, 2021, 8:47 AM IST

  • સોમવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ભાજપની બેઠક મળશે
  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ બેઠકમાં હાજરી આપશે
  • આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવની અધ્યક્ષતામાં મળશે

લખનઉ: ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કાર્યકારી સમિતિની આજે સોમવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન માં બેઠક મળશે. ત્યારે, આ બેઠકનું ઉદ્ઘાટન લખનઉના સાંસદ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. આ બેઠકનું ઉદ્ઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સવારે 11 વાગ્યે કરશે. જ્યારે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બેઠકને સમાપન તરફ લઈ જશે. આ પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠક પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવની અધ્યક્ષતામાં મળશે. આ માહિતી પ્રદેશ મહામંત્રી અને વિધાન પરિષદના સભ્ય અશ્વની ત્યાગીએ જણાવી હતી.

આ પણ વાંચો:લખનઉમાં સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ

મુખ્ય માર્ગો પર પાર્ટીના ઝંડા અને બેનરો લાગ્યા

રાજનાથ સિંહ ગઈ કાલ રવિવારે સાંજે લખનઉ પહોંચ્યા હતા. પાર્ટીના કાર્યાલય ગોમતીનગર, લોહિયા પાર્ક, હજરતગંજ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટથી ભાજપના કાર્યકરોએ તેમજ બેઠક સ્થળ, ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન સહિત રાજધાનીના તમામ મુખ્ય માર્ગો પર પાર્ટીના ઝંડા અને બેનરો લગાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details