ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયાની આસપાસના દેશોમાંથી ભારતીયોને કાઢવામાં આવશે: રાજનાથ સિંહ - યુપીના ચંદૌલીમાં રક્ષાપ્રધાન રાજનાથ

યુપીના ચંદૌલીમાં જાહેર સભા દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે (Rajnath Sinh on Ukraine) કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત રીતે તેમના દેશમાં લાવવામાં આવશે. રશિયાની આસપાસના દેશોમાંથી ભારતીયોને કાઢવામાં આવશે.

રશિયાની આસપાસના દેશોમાંથી ભારતીયોને કાઢવામાં આવશે: રાજનાથ સિંહ
રશિયાની આસપાસના દેશોમાંથી ભારતીયોને કાઢવામાં આવશે: રાજનાથ સિંહ

By

Published : Mar 2, 2022, 9:02 PM IST

ચંદૌલીઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh on Ukraine) ગુરુવારે ભાજપના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરવા માટે જિલ્લામાં પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારોની તરફેણમાં મુગલસરાય વિધાનસભાની બાબુરી ઇન્ટર કોલેજ જાહેર સભાને સંબોધિત કરી. રાજનાથ સિંહે (rajnath singh in chanduali ) પોતાનું ભાષણ ભોજપુરીમાં શરૂ કર્યું, જેના કારણે જનસભામાં હાજર કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા. આ દરમિયાન રાજનાથ સિંહે જનતાને ભાજપના ઉમેદવાર રમેશ જયસ્વાલને જીતાડવાની અપીલ કરી હતી.

એરફોર્સના 2 પ્લેન પણ તૈનાત

આ સાથે જ વિપક્ષના સપા અને કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે યુક્રેનમાંથી તમામને સુરક્ષિત લાવવાની વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા રક્ષાપ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) કહ્યું કે, સરકાર યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે સતત પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, એરફોર્સના 2 પ્લેન પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Operation Ganga: 20 મિનિટની ફ્લાઇટ જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની 'ઊંડી ખાઈ' બતાવી

યુક્રેનથી લોકોને સતત પાછા લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનથી અત્યાર સુધીમાં અઢી હજાર લોકોને ભારત લાવવામાં આવ્યા છે. રશિયાની આસપાસના દેશોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીના મૃત્યુ બાદ તેના મૃતદેહને લાવવાના પ્રશ્ન પર રાજનાથ સિંહે કહ્યું કે, આ માટે અમારું વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન મોદી રોકાયેલા છે. તમે બધા યુક્રેનની પરિસ્થિતિથી વાકેફ છો, ત્યાં હવાઈ પટ્ટી પણ નથી.

આ પણ વાંચો:Pakistan zindabad at Taj Mahal: તાજમહેલ ખાતે લાગ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા

ABOUT THE AUTHOR

...view details