ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનની કાર્યપ્રણાલીથી મહાયુદ્ધના સંકેત, સંરક્ષણ વિશેષજ્ઞ જીડી બક્ષીએ ડ્રેગન પર કર્યા પ્રહાર

નિવૃત્ત મેજર જનરલ જી.ડી. બક્ષી (Retired Major General G. D. Bakshi )એ ચીન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મેક્લોડગંજમાં બક્ષીએ કહ્યું કે, દુનિયા જાણે છે કે કોરોનાનું જનક ચીન છે. તેમણે કહ્યું કે, ચીન ભારતીયોને નુકસાન પહોંચાડી રહ્યું છે, પરંતુ ભારત શાંત નહીં રહે.

ચીનની કાર્યપ્રણાલીથી મહાયુદ્ધના સંકેત, સંરક્ષણ વિશેષજ્ઞ જીડી બક્ષીએ ડ્રેગન પર કર્યા પ્રહાર
ચીનની કાર્યપ્રણાલીથી મહાયુદ્ધના સંકેત, સંરક્ષણ વિશેષજ્ઞ જીડી બક્ષીએ ડ્રેગન પર કર્યા પ્રહાર

By

Published : Nov 8, 2021, 10:58 PM IST

  • જી.ડી.બક્ષીએ મેક્લોડગંજમાં પત્રકારો સાથે વાત કરી
  • ચીનને યુદ્ધ કરવું હોય તો ભારતની સેના સામે લડે
  • પાકિસ્તાન પર વધુ એકવાર એરસ્ટ્રાઇક કરવા પર મુક્યો ભાર

કાંગડા: રિટાયર્ડ મેજર જનરલ અને ડિફેન્સ સ્પેશિયાલિસ્ટ ડૉ. જીડી બક્ષી (Retired Major General G. D. Bakshi )એ કહ્યું કે, કોરોનાનું જનક ચીન છે. ચીન (China) પહેલા આ વાત છુપાવી રહ્યું હતુ, પરંતુ માર્ચ 2020માં લદ્દાખ (Ladakh)માં હુમલો કરી દીધો. અત્યાર સુધી ચીનની કાર્યપદ્ધતિથી મહાયુદ્ધના જ સંકેતો દેખાઈ રહ્યા છે. ડો.જી.ડી.બક્ષી મેક્લોડગંજમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

ચીનને લડવું હોય તો સેના સામે લડે

તેમણે કહ્યું કે, જો ચીનને લડવું છે તો આપણી સેના સાથે લડે, સામાન્ય નાગરિકોને કેમ પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઉરી અને બાલાકોટ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન ઘણા મહિનાઓ સુધી શાંત રહ્યું, પરંતુ હવે ફરી ચીને તેને ઉશ્કેર્યું છે. પાકિસ્તાન કાશ્મીર અને પંજાબને પ્રભાવિત કરી રહ્યું છે. ચીન ભારતીયોને નુકસાન પહોંચાડી રહ્યું છે, પરંતુ ભારત શાંત નહીં રહે.

બાલાકોટ જેવા જવાબની ફરી જરૂર

જી.ડી. બક્ષીએ કહ્યું કે, ચીને તિબેટ પર ખૂબ પ્રભાવ પાડ્યો છે અને તેનું શોષણ કર્યું છે. લાખો લોકોની હત્યા કરવામાં આવી છે. ભારતમાં જ્યાં પણ કટ્ટરપંથીઓ બહાર આવી રહ્યા છે, ત્યાં ચીન દખલ કરી રહ્યું છે. ભારત પર 30 વર્ષથી હુમલા અને વિવાદો થઈ રહ્યા છે. ભારત પર હુમલાની શરૂઆત 1993માં થઈ હતી. 26/11નો કોઈ ના આપ્યો. 2016માં ઉરી હુમલા બાદ ભારતે જવાબ આપવાનું શરૂ કર્યું. બાલાકોટ જેવા જવાબની ફરી જરૂર છે. બક્ષીએ કહ્યું કે, વર્તમાન સરકાર અગાઉની સરકારો કરતા વધુ સારું કામ કરી રહી છે. 41 વર્ષથી સરહદ પર હથિયારો નહોતા ચાલ્યા.

વિન્ટર ઓલિમ્પિકમાં કોઈએ ન જવું જોઈએ

બક્ષીએ કહ્યું કે, ચીનમાં વિન્ટર ઓલિમ્પિક યોજાઈ રહી છે, કોઈ એથ્લેટે ત્યાં ન જવું જોઈએ. તેમણે કહ્યું કે, આ તેમનો અંગત અભિપ્રાય છે. જીડી બક્ષીએ કહ્યું કે, જો તેઓ ગલવાનમાં હોત તો તેમણે તોપો ચલાવરાવી હોત. તેમણે કહ્યું કે, તેઓ સેનામાં પાછા જવા માંગે છે. તેમણે કહ્યું કે, તિબેટની આઝાદી માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિતમાં છે. લદ્દાખમાં ચીનને જવાબ મળી ગયો છે. આજથી પહેલા લદ્દાખમાં રસ્તાનું વિસ્તરણ નહોતું, હવે સુવિધાઓ વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઝાયડસને નિડલ લેસ રસીના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

આ પણ વાંચો: છઠ મહાપર્વ: યમુના નદીમાં 'એન્ટાર્કટિકા જેવા દ્રશ્યો!, લોકોએ ઝેરી ફીણમાં લગાવી ડૂબકી

ABOUT THE AUTHOR

...view details