ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધનો વિચાર કરવો પણ પડી શકે છે ભારે, ડિફેન્સ એક્સપોથી થશે ખાતમો

ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. જેમાં તેમણે સૌથી પહેલા વાયુસેના માટે ડીસા પાસે એક એરફીલ્ડનું લોકાર્પણ કર્યું હતું. પાકિસ્તાન સામે ભારતે કમર કસી છે, હવે ભારત સાથે યુદ્ધનો વિચાર કરવો પર ભારે પડી શકે છે. ભારત હવે સ્વદેશી હથીયારો સાથે સંપૂર્ણ પણે સજ્જ છે. આ ફિલ્ડ જ્યારે તેઓ મુખ્યપ્રધાન તરીકે હતા એ સમયે પાસ કરાવી હતી. જોકે, કોંગ્રેસ સરકારનું નામ લીધા વગર એવો ટોણો માર્યો કે, ફાઈલ પડી રહેવાને કારણે મોડું થયું

Defence of expo 2022 Important of deesa Gujarat  Air field station
Defence of expo 2022 Important of deesa Gujarat Air field station

By

Published : Oct 19, 2022, 12:58 PM IST

Updated : Oct 19, 2022, 4:32 PM IST

ડીસાઃ ડિફેન્સ એક્સપોમાં થયેલા ડીસા (Deesa Air field project) એરફિલ્ડના ખાતમૂહુર્તને લઈને ડીસાના લોકોમાં આનંદનો માહોલ છે. પણ સૈન્ય અને ભૌગોલિક દ્રષ્ટિએ ડીસાનું મહત્ત્વ સમજવું જરૂરી છે. જોઈએ એક ખાસ અહેવાલમાં કે, પશ્ચિમના દેશ સાથે જોડાયેલી આ ભૂમિ દિવસ કરતા પણ રાત્રે શા માટે એટલી સંવેદનશીલ છે. પાકિસ્તાન સામે ભારતે કમર કસી છે, હવે ભારત સાથે યુદ્ધનો વિચાર કરવો પર ભારે પડી શકે છે. ભારત હવે સ્વદેશી હથીયારો સાથે સંપૂર્ણ પણે સજ્જ છે. આ ભૂમિને હવે ડીસા એરફિલ્ડ નામ આપીને સૈન્યને આપી દેવામાં આવી છે.

Defence of expo 2022 Important of deesa Gujarat Air field station

વધુ મજબુત સુરક્ષાઃબનાસકાંઠા જિલ્લો આમ પણ પશ્ચિમના (Deesa Air field project) દેશ પાકિસ્તાન સાથે ભૂમિભાગથી જોડાયેલો છે. જેમાં નડાબેટ બોર્ડર ઈન્ડો પાકિસ્તાન બોર્ડર તરીકે સજ્જ કરવામાં આવી છે. જ્યાં દિવસ રાત પેટ્રોલિંગની સાથે ફેન્સિંગ (Indo Pakistan border) રીવ્યૂ પણ કરવામાં આવે છે. હવે વાયુસેનાનો સાથ મળવા જઈ રહ્યો છે. આ ભૂમિભાગ પર નવું એરફિલ્ડ તૈયાર કરાશે. જે માટેનું ખાતમૂહુર્ત (Deesa Air Station Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.

વડાપ્રધાનને પ્રાધાન્ય આપ્યુંઃવડાપ્રધાન મોદીએ સુરક્ષા માટેની ત્રણેય પાંખ પર વિશેષ ભાર મૂક્યો છે. જે તે બોર્ડર વિસ્તારમાં પાયાની સગવડ અને પ્રાથમિક સામગ્રી પર વિશેષ ધ્યાન અપાયુું છે. બનાસકાંઠામાં આવેલા ડીસા એરબેઝ ફિલ્ડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં તૈયાર થનારો એરબેઈઝ દેશની વાયુસેનાની સુરક્ષાને વધારે મજબુતી આપવા માટે રણનૈતિક રૂપે ખૂબ જ મહત્ત્વૂપુર્ણ છે.

આટલી મોટી જગ્યાઃ4519 એકર જગ્યામાં ફેલાયેલી એરફિલ્ડ ડીસા આંતરરાષ્ટ્રીય સીમા વિસ્તારથી માત્ર 130 કિમીના અંતરે છે. આના નિર્માણથી ગુજરાતની આસપાસના વિસ્તારમાં એરબેઈઝ વચ્ચે 355 કિમીની અંતર એકાએક ઘટી જશે. જેથી યુદ્ધ વિમાનના ઑપરેટિંગ રેન્જમાં મોટો વધારો થશે. લડાઈ કે હુમલા વખતે રિસપોન્સ સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ સ્ટેશન તૈયાર થતા દેશની પશ્ચિમી સીમા પર લેન્ડ અને સી ઑપરેશન કરવું શક્ય બની રહેશે. આ સાથે વડોદરા અને અમદાવાદ જેવા મહાનગર અને આર્થિક કેન્દ્રમાં મજબુત એર ડિફેન્સ સિસ્ટમ મળશે.

ઉડાન યોજનાઃઆ એરબેઈઝ તૈયાર થતા ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર ક્નેક્ટિવિટીમાં મોટો વધારો થશે. ડીસામાં શક્યતાઓ અને તકના દ્વાર ખુલશે. કચ્છને પણ મોટો ફાયદો થશે. સ્થાનિક લોકો માટે રોજગારીની તક વધશે. પ્રથમ તબક્કામાં રનવે, રસ્તા અને ટેક્સી ટ્રેક બની રહેશે. આ સાથે 62 એરક્રાફ્ટ રહી શકે એટલી જગ્યા તૈયાર કરાશે. ફાસ્ટ ટ્રેક મોડ પર 21 મહિનામાં તૈયાર કરાશે.

Last Updated : Oct 19, 2022, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details