જમ્મુઃકેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આજે જમ્મુના એક દિવસીય પ્રવાસે છે. અહીં તેઓ બીઆરઓની 90 યોજનાઓનું ઉદ્દઘાટન કરશે. જેમાં ઉત્તર અને પશ્ચિમ સરહદે બનાવેલા એરપોર્ટ અને હેલિપેડનો સમાવેશ થાય છે. રક્ષા વિભાગ તરફથી જણાવાયું છે કે રાજનાથ સિંહ નોર્થ ટેક સમિટમાં પણ ભાગ લેશે.
રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર જાણકારી આપીઃ રક્ષા પ્રધાને આ પ્રવાસ વિશે એક્સ હેન્ડલ પર જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે 12 સપ્ટેમ્બરે હું જમ્મુ જઈ રહ્યો છું. બીઆરઓએ ભારતની સરહદોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બીઆરઓના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું છે તેમજ એસઆઈડીએમ દ્વારા યોજાનાર સમિટમાં ભાગ લેવાનો છું.
દેવક પુલનું ઉદ્દઘાટન મહત્વની ઘટનાઃ રક્ષા મંત્રાલય જણાવે છે કે સવારે જમ્મુ પહોંચ્યા બાદ સાંબા જિલ્લાના 422.9 મીટર દેવક પુલનું ઉદ્દઘાટન પણ રાજનાથ સિંહ કરશે. આ પુલ બીઆરઓની 90 યોજના પૈકીનો એક છે. દેવક પુલ ઉપરાંત 21 માર્ગો, 64 પુલ, એક ટનલ, બે રનવે અને હેલિપેડ પણ બીઆરઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
નોર્થ ટેક સમિટમાં લેશે ભાગઃ આપણા દેશના સુરક્ષા દળો માટે આ અતિ મહત્વની યોજનાઓ છે. જે સરહદી રાજ્યોનો સામાજિક અને આર્થિક વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દેવક પુલ સિવાયની યોજનાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ થવાનું છે. ત્યારબાદ રક્ષા પ્રધાન જમ્મુની આઈઆઈટીમાં ચાલી રહેલી નોર્થ ટેક સમિટમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય સમિટનું ઉદ્દઘાટન ઉપ સેના પ્રમુખ લેફટન્ટ જનરલ એમ. વી. સુચિન્દ્ર કુમારે સોમવારે કર્યુ હતું.
(પીટીઆઈ)
- ભારતની મિસાઈલ સિસ્ટમ સુરક્ષિત છે: પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ
- યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છેઃ સંરક્ષણ પ્રધાન