મસુરી: દેશના રક્ષા પ્રધાન રાજનાથસિંહ મસુરીના લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમીમાં જોઈન્ટ સિવિલ મિલિટરી ટ્રેનિંગ (The inaugural ceremony of ‘28th Joint Civil-Military Training Programme) પ્રોગ્રામનો શુભારંભ કરવા પહોંચ્યા હતા. મસુરીમાં LBSNAAમાં 28માં સંયુક્ત (Greater Civil-military jointness) નાગરિક સૈન્ય પ્રશિક્ષણ ઉદ્ધાટન સમારોહમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, અમે સશસ્ત્ર દળમાં સંપૂર્ણ રીતે સંયુક્તા સ્થાપિત કરીશું
આ પણ વાંચો:Share Market India: શેરબજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સે ગુમાવી 53,000ની સપાટી
આ મુદ્દે વાત કરી: આ મુલાકાત દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, દેશમાં રક્ષા ઉપકરણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં ભારતને સુરક્ષા માટેના ઉપકરણઓ ખરીદવા બીજા કોઈ દેશ પર નિર્ભર નહી રહેવું પડે. તેમણે ઉમેર્યું કે, ભારત કોઈ દેશ સાથે યુદ્ધ કરવા નથી માગતુ. આજ દિવસ સુધી ભારતે કોઈ રાષ્ટ્ર પર હુમલો નથી કર્યો. કોઈ દેશની જમીન પર કબજો નથી કર્યો. અમે વસુધૈવ કુટુમ્બકમ ભાવનામાં માનીએ છીએ. ભારતીય સેના દેશની સીમીની સુરક્ષા કરવા માટે હંમેશા તૈયાર રહે છે.
આ પણ વાંચો:ITBPના ડ્રાઇવરોને આપવામાં આવી રહી છે અનોખી પ્રકારની તાલીમ, જૂઓ વીડિયો...
આત્મનિર્ભરતાના પરિણામ: સૈન્ય ક્ષેત્રને આધુનિક કરવા માટે આત્મનિર્ભરતાના પગલાં લેવામાં આવ્યા છે. હવે એના પરિણામ સામે આવવાના શરૂ થઈ ગયા છે. હાલમાં અમે ન માત્ર આપણા મિલિટરી સામાન પર કામ કરી રહ્યા છીએ પણ બીજા દેશની પણ કેટલીક જરૂરિયાત તથા ઉત્પાદન પર ભાર આપી રહ્યા છીએ. એમનું ઉત્પાદન પણ વધારી રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા હવે પહેલા કરતા વધારે થઈ ચૂકી છે. રાજનાથસિંહ જૌલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એ પછી ત્યાંથી તેઓ મસુરી માટે રવાના થયા હતા.