ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ લદ્દાખ પહોંચ્યા, પુનઃનિર્મિત યુદ્ધ સ્મારકનું કરશે ઉદ્ઘાટન

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ ( Defense Minister Rajnath Singh ) પૂર્વી લદ્દાખના એક મહત્ત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત ( Rajnath Singh Eastern Ladakh Visit ) રહેશે. તેઓ આ વિસ્તારમાં રેઝાંગ લામાં પુનઃનિર્મિત યુદ્ધ સ્મારકનું ( Rezang La War Memorial ) ઉદ્ઘાટન કરશે. 1962માં આ સ્થળે ( 1962 war memorial ) ભારતીય સૈનિકો ( Indian soldiers ) ચીનની સેના ( Chinese army ) સામે બહાદુરીપૂર્વક લડ્યાં હતાં.

Rezang La War Memorial ના પુનઃનિર્મિત યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરશે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ
Rezang La War Memorial ના પુનઃનિર્મિત યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરશે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ

By

Published : Nov 18, 2021, 1:32 PM IST

  • સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ પૂર્વ લદ્દાખની મુલાકાતો
  • રેઢાંગ લા ખાતે કરશે યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન
  • 1962માં ચીન સામેના યુદ્ધ સાથે છે સંદર્ભ

નવી દિલ્હી: સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ ( Defense Minister Rajnath Singh ) ગુરુવારે પૂર્વી લદ્દાખના રેઝાંગ લા ખાતે ( Rajnath Singh Eastern Ladakh Visit ) નવનિર્મિત યુદ્ધ સ્મારકનું ( Rezang La War Memorial ) ઉદ્ઘાટન કરશે. આ સ્થળનો મહિમા એ છે કે અહીં ભારતીય સૈનિકો 1962માં ( 1962 war memorial ) ચીની સેના સામે ( Chinese army ) બહાદુરીપૂર્વક લડ્યાં હતાં. આ યુદ્ધ સ્મારક બહાદુર ભારતીય સૈનિકોને ( Indian soldiers ) સમર્પિત છે જેમણે રેઝાંગ લાના યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

સુરક્ષા સ્થિતિની સમીક્ષા પણ થશે

સંરક્ષણપ્રધાનની ( Defense Minister Rajnath Singh ) મુલાકાતને લઇને સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સ્મારકનું ઉદ્ઘાટન કર્યા બાદ સંરક્ષણપ્રધાન આ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં સેનાના ટોચના કમાન્ડરો સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા પણ કરશે.

બિપિન રાવત પણ આવશે

સંરક્ષણપ્રધાનની લદ્દાખની આ મુલાકાત દરમિયાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Chief of Defense Staff General Bipin Rawat ) પણ તેમની સાથે આવવાના છે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે ઈઝરાયેલની પાંચ દિવસની મુલાકાતે હોવાથી રેઝાંગ લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.

આ પણ વાંચોઃPM મોદીએ 'સિડની ડાયલોગ'માં કહ્યું- "ડિજિટલ ટેક્નોલોજી દેશના લોકોનું જીવન બદલી રહી છે"

આ પણ વાંચોઃUNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતનો પાકને વળતો જવાબ

ABOUT THE AUTHOR

...view details