લખનઉ, ઉત્તર પ્રદેશ : રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે (રવિવાર) બ્રહ્મોસ મિસાઈલ યુનિટ (BrahMos Missile Unit) અને DRDOલેબનો શિલાન્યાસ (lay foundation stone of drdo lab) કર્યો છે. બન્ને યુનિટ લખનઉના કાનપુર રોડ પર બનાવવામાં આવ્યા છે. શિલાન્યાસ કરતા પહેલા રાજનાથ સિંહે DRDOના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો:DRDO: ભારતની વધુ એક સિદ્ધિ, બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળ પરીક્ષણ
ભારતની ધરતી પર બ્રહ્મોસ મિસાઈલ
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, અમે ભારતની ધરતી પર બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missiles on Indian soil) બનાવવા માંગીએ છીએ. કોઈ દેશ પર હુમલો કરવા માટે નહીં, પરંતુ ભારત પાસે એવી શક્તિ હોવી જોઈએ કે વિશ્વનો કોઈ દેશ ભારત તરફ નજર ન કરી શકે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે શું કરવું, હું દિલ્હીથી 100 પૈસા મોકલું છું, પરંતુ નીચે 15 પૈસા પહોંચે છે. પરંતુ આજે વડાપ્રધાને બતાવ્યું છે કે કેવી રીતે દિલ્હીના 100 પૈસા સીધા લાભાર્થી સુધી પહોંચે છે.
આ પણ વાંચો:DRDO એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ચૂંટણીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ
ઉલ્લેખનીય છે કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાજધાની લખનઉના સરોજિની નગરમાં ચિલ્લા ગામ પાસે ડિફેન્સ લેન્ડ ખાતે DRDOની લેબનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને (Uttar Pradesh Assembly Elections 2022) ધ્યાનમાં રાખીને આ શિલાન્યાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા સરોજિની નગર વિધાનસભામાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રોજેક્ટને બેરોજગારોને રોજગાર આપવાની દિશામાં એક મોટું પગલું ગણાવી રહી છે. આ પ્રોજેક્ટથી લગભગ 10 હજાર લોકોને રોજગાર મળવાની આશા છે.