- રામનગરીમાં આજથી શરુ થનારા ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમમાં ફેરફાર
- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન
- 10 હજાર વૉલિટિયર દીપ પ્રગટ કરી રેકોર્ડ નોંધશે
અયોધ્યા : રામનગરીમાં આજથી શરુ થનારા ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમ કોરોના સંક્રમણના કારણે મર્યાદિત સમયમાં આયોજન કરવામાં આવશે. 11 અને 12 નવેમ્બરના રોજ યોજાનાર રામલીલા કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. હવે 13 નવેમ્બરના રોજ મુખ્ય આયોજન કરવામાં આવશે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી કોવિડના નિયમોનું પાલન કરી રામની પૈંડીમાં 24 ઘાટો પર 10 હજાર વૉલિટિયર દીપ પ્રગટ કરી રેકોર્ડ બનાવશે. 12 નવેમ્બરના રોજ મંદિરોમાં દીપ પ્રગાટવવામાં આવશે.
ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમને કોરોના સંક્રમણને લઈ મર્યાદિત સમયમાં કરવામાં આવ્યો છે. સરયૂ તટ, રામની પૈડી અને હાઈવેના એન્ટ્રી પોઈન્ટ સતરંગી રોશની થી જગમગી ઉઠ્યો છે. સુરક્ષાને લઈ જિલ્લા પ્રશાસને ચુસ્ત બંધોબંસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.બુધવાર રાત્રે બહારથી આવનાર લોકો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવડા પ્રગટાવવા માટે વૉલિન્ટિયરને કોવિડ રિપોર્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.
2 દિવસીય રામલીલા આયોજન સ્થગિત
અયોધ્યા શોધ સંસ્થાનના મેનેજર રામ તીર્થના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણને ધ્યાને લઈ અધિકારીઓ ભજન સંધ્યા પર યોજાનાર 2 દિવસીય રામલીલાનું આયોજન રદ્દ કર્યું છે. હવે 13 નવેમ્બરના રોજ મુખ્ય આયોજન કરવામાં આવશે. સવારે 12 કલાકે સાકેત વિશ્વવિદ્યાલયથી રામાયરણના પ્રસંગો પર આધારિત 11 ઝાંખીઓ સર્યૂ તટ કિનારે બનેલા રામકથા પાર્ક લઈ જવામાં આવશે.