નવી દિલ્હી: દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોમાંના એક દીપક બોક્સરની મેક્સિકોમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને આ સપ્તાહના અંતમાં ભારત લાવવામાં આવશે. દિલ્હી પોલીસની વિશેષ ટીમે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ની મદદથી મેક્સિકોમાં ગેંગસ્ટરને પકડ્યો હતો.
આ પણ વાંચોઃAsia's Richest Man: મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અદાણી વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને
પહેલીવાર ગેંગસ્ટરની ધરપકડઃ એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ગેંગસ્ટરને એક-બે દિવસમાં ભારત લાવવામાં આવશે. તે દિલ્હી-એનસીઆરના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે, જે નકલી પાસપોર્ટ પર દેશ છોડીને ભાગી ગયો હતો." આ પહેલીવાર છે જ્યારે દિલ્હી પોલીસે ભારતની બહાર કોઈ ગેંગસ્ટરની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, દીપકે દેશ છોડવા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેણે રવિ એન્ટિલ ઉર્ફે કોલકાતાથી 29 જાન્યુઆરીએ મેક્સિકોની ફ્લાઈટ લીધી.
દીપક પર 3 લાખનું ઈનામ જાહેરઃ દીપક બોક્સર ઓગસ્ટ 2022માં એક જમીન-મકાનનો સોદો કરનારની હત્યા કર્યા બાદથી ફરાર હતો. બિલ્ડર અમિત ગુપ્તાને દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં વ્યસ્ત રોડ પર ઘણી વખત ગોળી મારી દેવામાં આવી હતી. એક ફેસબુક પોસ્ટમાં, બોક્સરે દાવો કર્યો હતો કે ગુપ્તાની હત્યા તેમના દ્વારા કરવામાં આવી હતી અને હત્યાનો હેતુ ખંડણી ન હતો, પરંતુ બદલો લેવો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે રિયલ્ટર (જમીન મકાનનો સોદો કરનારા) હરીફ ગેંગ, ટિલ્લુ તાજપુરિયા ગેંગ સાથે સંકળાયેલો હતો. તેણે કહ્યું કે અમિત ગુપ્તા તે ગેંગનો ફાયનાન્સર હતો.
આ પણ વાંચોઃCyber insurance : સાયબર ઈન્સ્યોરન્સ એક આશીર્વાદ છે
ગોળીબાર થયા બાદ કસ્ટડીમાંથી ભાગી ગયોઃ દીપક બોક્સર ગોગી ગેંગનો વડા હતો, જે પદ તેણે 2021માં જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ ધારણ કર્યું હતું. જીતેન્દ્ર ગોગીને ટિલ્લુ ગેંગના ગુંડાઓએ ગોળી મારી હતી, જેઓ વકીલોના વેશમાં કોર્ટ સંકુલમાં પ્રવેશ્યા હતા. દીપક ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે સાત વર્ષ પહેલા હરિયાણામાં ગોગીને પોલીસ કસ્ટડીમાંથી છોડાવ્યો હતો. તે બે વર્ષ પહેલા દિલ્હીની ગુરુ તેગ બહાદુર (GTB) હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં પણ સામેલ હતો અને ફજ્જાને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા માટે મદદ કરી હતી. ફજ્જા, એક વોન્ટેડ ગુનેગાર છે. તારીખ 28 માર્ચ, 2021 ના રોજ રોહિણી વિસ્તારના એક ફ્લેટમાં સ્પેશિયલ સેલની ટીમ સાથે ગોળીબાર બાદ માર્યો ગયો. ફજ્જા 25 માર્ચે અહીંની સરકારી હોસ્પિટલમાં ગોળીબાર થયા બાદ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.