ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રજનન દરમાં ઘટાડાની અસરઃ ભારતમાં વધશે વૃદ્ધોની સંખ્યા, દેશની વસ્તી પણ ઘટશે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (national family health survey-5) અનુસાર, ભારતમાં જે સ્તરે પ્રજનન દર (fertility rate in india) ઘટી રહ્યો છે તેનાથી વસ્તી વિસ્ફોટ (population explosion in india)ના ખ્યાલોને પડકાર મળ્યો છે. અત્યાર સુધી બહાર પાડવામાં આવેલા ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આગામી 25 વર્ષોમાં બાળ મૃત્યુ દર (infant mortality rate in india)માં ઘટાડો અને આયુષ્યમાં વધારા (life expectancy increased)ને કારણે ભારતની વસ્તી (population of india)માં વધારો થશે. પરંતુ જન્મ દરમાં સતત ઘટાડો થવાને કારણે એક સમય એવો આવશે જ્યારે દેશની વસ્તી ઘટવા લાગશે.

પ્રજનન દરમાં ઘટાડાની અસરઃ ભારતમાં વધશે વૃદ્ધોની સંખ્યા, દેશની વસ્તી પણ ઘટશે
પ્રજનન દરમાં ઘટાડાની અસરઃ ભારતમાં વધશે વૃદ્ધોની સંખ્યા, દેશની વસ્તી પણ ઘટશે

By

Published : Nov 25, 2021, 8:10 PM IST

હૈદરાબાદ: શું તમને યાદ છે કે તમે 'હમ દો, હમારે દો' (hum do hamare do)ના નારાવાળા પોસ્ટર ક્યાં જોયા હતા? જો તમે જોયું પણ છે, તો તમે ક્યારે જોયું છે? દેખીતી રીતે કેટલીક જૂની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો (old hospitals and health centers), જેને ક્યારેય રંગવામાં આવી નથી, આ પોસ્ટરો ત્યાં જોવા મળી જાય છે. ભલે આ સૂત્ર હવે દેખાતું નથી, પરંતુ ભારતીયોએ 'હમ દો, હમારે દો'ના સૂત્રને સંપૂર્ણપણે અનુસર્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5(national family health survey-5)ના રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કુટુંબ નિયોજનની પદ્ધતિઓ (method of family planning) અપનાવનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આનું પરિણામ એ છે કે ભારતીયો કોઈપણ પ્રકારના મોટી ગુલબાંગો વગર વસ્તીને નિયંત્રિત કરી રહ્યા છે.

ભારતીય મહિલાઓ સરેરાશ માત્ર 2 બાળકોને જન્મ આપે છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 તરફથી ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં પ્રથમ વખત મહિલાઓની વસ્તીમાં વધારો (increase in the female population) થયો છે. ભારતમાં હવે દર 1000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. 2015-16માં કરવામાં આવેલા સર્વેમાં આ આંકડો દર 1,000 પુરૂષોએ 991 મહિલાઓનો હતો. આ સિવાય બીજી એક હકીકતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે હવે ભારતીય મહિલાઓ સરેરાશ માત્ર 2 બાળકોને જ જન્મ આપે છે.

19 રાજ્યો એવા છે જ્યાં પ્રજનન દર 2થી પણ નીચે

સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝન (united nations population division)ના અહેવાલ મુજબ, જો કોઈ દેશમાં સ્ત્રી દીઠ પ્રજનન દર (fertility rate in india) 2.1 બાળકોથી નીચે જઈ રહ્યો છે તો તેનો અર્થ એ છે કે વર્તમાન પેઢી પૂરતા પ્રમાણમાં બાળકો પેદા કરી રહી નથી, જેના કારણે આવતા વર્ષોમાં વસ્તીમાં ઘટાડો થશે. પરંતુ 2.1ના પ્રજનન દરથી ભારતની વસ્તીમાં કેટલો ઘટાડો થશે, તેનો અંદાજ લગાવવામાં આવી શક્યો નથી. દેશમાં 19 રાજ્યો એવા છે જ્યાં પ્રજનન દર (TFR) 2થી પણ નીચે જતો રહ્યો છે. જો કે બિહાર (3.0), મેઘાલય (2.9), મણિપુર (2.2), ઉત્તર પ્રદેશ (2.4) અને ઝારખંડ (2.3)માં પ્રજનન દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. ફેમિલી હેલ્થ સર્વેનો આ આંકડો 2019-21નો છે.

2047 સુધીમાં ભારતની વસ્તી ટોચ પર હશે

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગે 2020માં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની વસ્તી 2030 સુધીમાં 1.5 અબજ અને 2050માં 1.64 અબજ સુધી પહોંચી જશે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં પ્રજનન દરમાં ઘટાડો થવાને કારણે વસ્તીના આ અંદાજમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ લેન્સેટે પણ 2020માં પ્રકાશિત તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, 2047 સુધીમાં ભારતની વસ્તી તેની ટોચ પર હશે, વૃદ્ધોની વસ્તી વધશે. ત્યારબાદ દેશની વસ્તીમાં ઘટાડો થશે.

ભારતનો પ્રજનન દર 2010-2019 વચ્ચે ઘટી રહ્યો છે

લેન્સેટના સંશોધકોએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ 2011ની વસ્તી ગણતરી (united nations 2011 census)માં જોવા મળેલા પ્રજનન દર પરથી વસ્તીનો અંદાજ લગાવી રહ્યું છે, જ્યારે ભારતનો પ્રજનન દર 2010 અને 2019 વચ્ચે ઘટી રહ્યો છે. ભારતના દક્ષિણી રાજ્યો, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં 2031 સુધીમાં બર્થ રિપ્લેસમેન્ટ રેટ (replacement rate in india) ઘટીને 1.5 પર સમેટાઇ જશે. સંશોધન અહેવાલો અનુસાર, જે રાજ્યોની વસ્તીમાં જેન્ડર બેલેન્સ નથી, તે રાજ્યોની વસ્તીમાં 2021-2041 દરમિયાન ભારે ઘટાડો નોંધાશે. ઓછા સાક્ષરતાવાળા રાજ્યોને છોડીને આવનારા સમયમાં ઘણા રાજ્યોમાં પ્રજનન દર નકારાત્મક થઈ શકે છે.

કેમ ઓછો થઈ રહ્યો છે પ્રજનન દર?

સ્ત્રી શિક્ષણના સ્તરમાં વધારો થવાને કારણે કુટુંબ નિયોજન અંગે જાગૃતિ આવી છે. વધુ બાળકોના લીધે થતી આર્થિક સમસ્યાઓના કારણે નાના પરિવારની ઈચ્છા પણ વધી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટ અનુસાર, ભારતમાં 66.7 ટકા પરિવારો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. હવે નાની ઉંમરે લગ્ન કરવાની પ્રથા પણ ઘટી ગઈ છે. દેશમાં લગ્ન કરવાની ઉંમર વધી છે. આ સિવાય લોકો હવે 2 બાળકો વચ્ચે અંતર રાખી રહ્યા છે. આ તમામ કારણો છે જેના કારણે પ્રજનન દર ઘટી રહ્યો છે. વર્કિંગ વુમનની સંખ્યામાં 2021-2031 વચ્ચે દર વર્ષે 9.7 મિલિયનનો વધારો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં ગર્ભધારણના દરમાં ઘટાડો થવાનો અંદાજ છે. એટલે કે 10 વર્ષમાં પ્રજનન દરની રાષ્ટ્રીય સરેરાશ સ્ત્રી દીઠ 1.6થી 1.8 રહી શકે છે.

તો શું વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની જરૂરિયાત છે?

આ વર્ષે જ આસામ અને ઉત્તર પ્રદેશની સરકારોએ વસ્તી નિયંત્રણ કાયદાના અમલીકરણની હિમાયત કરી હતી. UP કાયદા પંચની ભલામણો અનુસાર, જો કોઈને 2થી વધુ બાળકો હોય તો તેને ઘણી સુવિધાઓથી વંચિત રાખવા જોઇએ. આ સાથે કેટલીક પરિસ્થિતિઓ પણ નક્કી કરવામાં આવી છે, જેમાં માતા-પિતાને ત્રીજા બાળક માટે મંજૂરી મળવી જોઈએ. આ સંજોગોમાં વસ્તી નિયંત્રણ કાયદો એવા રાજ્યોમાં લાગુ કરી શકાય છે, જ્યાં પ્રજનન દર હજુ પણ 2.1 કરતાં વધુ છે.

આ પણ વાંચો: Jewar Airportનો શિલાન્યાસ કરીને બોલ્યા PM મોદી- પહેલાની સરકારોએ UPને ખોટા સપના દેખાડ્યા

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 2 મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સમાવેશ, ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details