- પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો
- પેટ્રોલમાં 10 અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો
- કેન્દ્ર સરકારે અગાઉ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો
ચંદીગઢ, પંજાબ :સરકારે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બેઠકમાં સરકારે પેટ્રોલ (PETROL PRICES ) અને ડીઝલ (DIESEL PRICES ) પર વેટ ઘટાડવાની માંગને મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ (CM CHARANJIT SINGH CHANNI) પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો આજ રવિવાર રાતથી અમલી કરવામાં આવશે. આ બાબતે સરકારનું કહેવું છે કે, લોકો પર વધી રહેલા દબાણને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થયું હતું. આ રીતે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની ભેટ કહેવામાં આવી હતી. કેન્દ્રના નિર્ણય બાદ ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકારોએ પણ ઈંધણની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
પંજાબ સરકાર પાસે માંગ