ઉત્તર પ્રદેશ : શાહજહાંપુર જિલ્લાના રોઝા સ્ટેશન પર અમૃતસરથી જતી જનસેવા એક્સપ્રેસના શૌચાલયમાંથી એક અજાણ્યા વ્યક્તિની સડી ગયેલો મૃતદેહ મળી (Decomposed body found in train toilet in UP) આવ્યો હતો. બિહારના બનમંખી જંક્શનથી લગભગ 900 કિમી સુધી મુસાફરી કર્યા પછી સામાન્ય કોચના વૉશરૂમમાંથી દુર્ગંધ આવવાથી મુસાફરોએ રેલવે અધિકારીઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ઘટનાસ્થળે પહોંચેલા જીઆરપી સબ-ઇન્સ્પેક્ટર કરુણેશ ચંદ્ર શુક્લા અને અન્ય રેલવે કર્મચારીઓએ જ્યારે વૉશરૂમનો દરવાજો તોડ્યો તો ત્યાંથી ફૂલેલી લાશ મળી આવી હતી, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટ્રેનના ટોયલેટમાંથી મળ્યો સડી ગયેલો મૃતદેહ, આ રીતે પડી ખબર
શાહજહાંપુર જિલ્લાના રોઝા સ્ટેશન પર અમૃતસર જતી જનસેવા એક્સપ્રેસના શૌચાલયમાંથી એક અજાણ્યા વ્યક્તિની સડી ગયેલો મૃતદેહ મળી (Decomposed body found in train toilet in UP) આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ટ્રેનમાં મુસાફરનું થયું મોત :જીઆરપીના એસઆઈ શુક્લાએ મીડિયાને જણાવ્યું હતું કે, મૃત વ્યક્તિએ લીલો શર્ટ અને વાદળી ટ્રાઉઝરની જોડી પહેરેલી હતી. તેના પર કોઈ આઈડી કાર્ડ મળ્યું નથી. ઓટોપ્સી રિપોર્ટ દર્શાવે છે કે, ટ્રેન શરૂ થાય તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ ગયું હતું. હજુ સુધી હત્યા જેવી કોઈ વાત સામે આવી નથી. બીજી તરફ રેલ્વે હોસ્પિટલના ડૉક્ટર સંજય રાયે જણાવ્યું હતું કે, શરીર ઓછામાં ઓછું ત્રણ દિવસ જૂનું હતું જેના કારણે તે સડવાનું શરૂ થયું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર વ્યક્તિ કોમામાં જવાથી મૃત્યુ થઈ શકે છે.
મૃતદેહની ઓળખ થઈ નથી :ટ્રેનના ટોયલેટમાં મૃત હાલતમાં મળી આવેલ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેન શરૂ થાય તે પહેલા જ ટોયલેટનો દરવાજો અંદરથી લોક કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને પોલીસ વ્યક્તિની ઓળખ અને તેના મૃત્યુ સાથે સંબંધિત રહસ્યને ઉકેલવામાં વ્યસ્ત છે. લગભગ બે કલાક સુધી ટ્રેનને સ્ટેશન પર રોક્યા બાદ તેને અમૃતસર પરત મોકલવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડૉક્ટર સંજય રાયે જણાવ્યું હતું કે, મૃતદેહ ઓછામાં ઓછા ત્રણ દિવસ જૂનું હતું અને તેનું સડવાનું શરૂ થઈ ગયું હતું. કદાચ કોમામાં સરી જતાં તેનું મૃત્યુ થયું હતું. શરીર પર કોઈ ઈજાના નિશાન ન હતા.