ગુજરાત

gujarat

દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરો: સિબલે

By

Published : Apr 18, 2021, 2:10 PM IST

દેશમાં જે રીતે કોવિડના કેસ વધી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના નેતા કપીલ સિબલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરવી જોઇએ.

દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરો: સિબલે
દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરો: સિબલે

  • દેશમાં વકરી રહેલા કોરોના અંગે કોંગ્રેસમાં ચર્ચા
  • CWCની બેઠકમાં ચર્ચવામાં આવી દેશની સ્થિતિ
  • દેશમાં સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરવાની માંગ

નવી દિલ્હી:જે રીતે દેશમાં કોવિડ-19ના કેસ વધી રહ્યાં છે તે જોઇને કોંગ્રેસના નેતા કપીલ સિબલે રવિવારે માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઇમર્જન્સી જાહેર કરે અને ઇલેક્શન કમિશન ચૂંટણી રેલી પર પ્રતિબંધ મુકે. કોંગી નેતાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે," કોવિડ - 19નું ઇન્ફેક્શન રિકવરી કરતાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. મોદીજી દેશમાં રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરો. ઇલેક્શન કમિશન ચૂંટણી રેલી પર પ્રતિબંધ મુકે. લોકોનો જીવ બચાવો.

વધુ વાંચો:વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક, આપ્યા આ આદેશ

શનિવારે યોજાઇ હતી CWCની બેઠક

શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠક યોજાઇ હતી. જે બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર તૈયાર નથી અને દેશને એક મોટી આપત્તિ તરફ લઇ જઇ રહી છે. CWCનું આ વક્તવ્ય પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમને જણાવતા દુ:ખ થાય છે કે વિચારહિનતા અને તૈયારી વિહોણી કેન્દ્ર સરકારની નીતિના કારણે દેશ અને લાખો પરિવાર એક મોટી કિંમત ચુકવી રહી છે. લાખો પરીવારો અને અત્યાર સુધીમાં 1,75,673 લોકો આનો ભોગ બન્યા છે. CWCએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર હવે રાજ્ય સરકાર પર નિર્ણય છોડી રહી છે ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ CWCમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે વડાપ્રધાનને પત્ર લખશે.

વધુ વાંચો:LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details