હૈદરાબાદ: સિકંદરાબાદના બોયાગુડામાં આજે વહેલી સવારે લકડી ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત થયો તે સમયે ડેપોમાં 15 કામદારો હાજર હતા. જેમાં 11 લોકો જીવતા દાઝી ગયા હતા. જેમાં 2 લોકોનો બચાવ થયો હતો.
આ પણ વાંચો:Fire In Delhi : દિલ્હીની ગોકુલપુરીની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત
અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો બિહારના રહેવાસી :ફાયર બ્રિગેડની ગાડીઓ મળતી માહિતી મુજબ 2 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. લોકોએ આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે. સમાચાર મુજબ તમામ મજૂરો બિહારના રહેવાસી હતા. આ તમામ મજૂરી કરવા માટે બિહારથી તેલંગાણા રાજ્ય પહોંચ્યા હતા.
આગમાં 5 લોકોના મોત :ડેપોમાં લાકડા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું ફાયર ફાઈટરોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 5 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, અમે સ્થળ પર પહોંચ્યા તે પહેલા જ 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. રાહત બચાવ કાર્ય ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે.
માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય :આ તમામ મજૂરી કરવા માટે બિહારથી તેલંગાણા રાજ્ય પહોંચ્યા હતા. આ સાથે જ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે હૈદરાબાદની આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:The Burning train in Maharashtra : ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં લાગી આગ, પ્રવાસીઓ સુરક્ષિત
ડેપોમાં લાકડા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ :ડેપોમાં લાકડા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું ફાયર ફાઈટરોએ જણાવ્યું હતું. પાંચ ફાયર ટેન્ડર વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, અમે સ્થળ પર પહોંચ્યા તે પહેલા જ 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. રાહત બચાવ કાર્ય ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે.