રાજસ્થાન : આ સમગ્ર કિસ્સો કાગઝની ફિલ્મ જેવો જ છે. વર્ષો પહેલા મહેશના પિતાને ઝેર પીવડાવ્યું મારી નાખવામાં આવ્યા(Murder for will) હતા. તેમજ તેની સાથે મહેશનું પણ ખોટું મરણનું પ્રમાણપત્ર બનાવરાવવામાં આવ્યું હતું. આ બધું તેમની પાસે રહેલી વસિયત હડપવા માટે કાવતરુ કરવામાં આવ્યું હતું. મહેશના સગાસબંધીઓ દ્વારા 19 વર્ષ પહેલા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવી તેમની આખી મિલકત તેમના નામે કરી નાખી હતી. હવે આટલા વર્ષો પછી પરત ફરેલ મહેશ પોતાને જીવિત સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં તે કચેરીઓના ધક્કાઓ ખાઇ રહ્યો છે. તેમજ જિલ્લા પ્રશાસનને મદદ માટે અપીલ કરી રહ્યો છે.
જીવિતનું મરણ પ્રમાણપત્ર - સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીનગર ગામના રહેવાસી મહેશ ચંદ (પુત્ર સાહેબ સિંહ)એ અધિક જિલ્લા કલેક્ટર બીના મહાવરને એક મેમોરેન્ડમ આપ્યું છે. જેમાં તેને ભૂતકાળમાં બનેલી સમગ્ર ધટના વિશેની જાણકારી આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તેના કાકા ધરમ સિંહ, વીર સિંહ, ગોવર્ધન, ધીરજ અને શિવલહરી શર્માએ તેના પિતાના મૃત્યુ પછી વર્ષ 2003માં તેનું (મહેશ ચંદનું) બનાવટી મૃત્યુ પ્રમાણપત્ર બનાવરાવ્યું હતું. તેની સંપૂર્ણ મિલકત તેમના નામે કરી દિધી છે.