ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Russia-Ukraine War: યુક્રેનમાં થયુ વધું એક ભારતીય યુવકનું મોત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં(Russia-Ukraine War) પંજાબ બરનાલાના એક યુવકનું મોત(Punjab youth dies) થયું છે. જોકે, આ યુવકનું મોત બીમારીના કારણે(Death of a young man due to illness) થયું છે. આ પહેલા કર્ણાટકના એક યુવકનું ફાયરિંગમાં મોત થયું હતું. યુક્રેનમાં અત્યાર સુધીમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે એક વિદ્યાર્થી ઘાયલ થયો છે જેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

Russia-Ukraine War
Russia-Ukraine War

By

Published : Mar 2, 2022, 6:29 PM IST

Updated : Mar 2, 2022, 6:41 PM IST

બરનાલાઃ યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં પંજાબના એક યુવકનું મોત(Punjab youth dies) થયું છે. મૃતક ચંદન જિંદાલ 4 વર્ષથી યુક્રેનના વિનિસિયા સ્ટેટમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. જ્યાં 2 ફેબ્રુઆરીએ ચંદન જિંદાલ ગંભીર રીતે બીમાર થયો(Death of a young man due to illness) અને તેના મગજમાં લોહીની ગાંઠો થવાનું શરુ થયુ હતું. જેના કારણે તેને ICUમાં દાખલ કરવો પડ્યો હતો.

ચંદનનું બિમારીના કારણે થયું મોત

ભારતમાં રહેતા પરિવારે ચંદનનું ઓપરેશન પણ કરાવ્યું હતું. જે બાદ તેના પિતા શિશ્ન કુમાર અને કૃષ્ણ કુમાર ચંદનની સંભાળ લેવા 7 ફેબ્રુઆરીએ યુક્રેન ગયા હતા. જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે એક દિવસ અગાઉ ચંદન કૃષ્ણ કુમાર યુક્રેનથી બરનાલા પહોંચી ગયા હતા. બુધવારે ચંદનની સારવાર દરમિયાન મૃત્યું થયુ છે તેવો મેસેજ આવ્યો હતો. જે બાદ મૃતક યુવકના ઘરે માતમ છવાઈ ગયો હતો.

પુત્રનો મૃતદેહ પાછો લાવવા પરીવારની માંગ

મૃતકના પરિવારજનો ભારત સરકાર પાસે તેમના પુત્ર ચંદનના મૃતદેહને પરત લાવવાની માંગ કરી રહ્યા છે. યુક્રેનથી પરત ફરેલા મૃતકના તાયા કૃષ્ણ કુમારે જણાવ્યું કે તે રોમાનિયા બોર્ડરથી ઘણી મુશ્કેલી સાથે ભારત પરત ફર્યો હતો. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. જ્યારે રોમાનિયાથી ભારત લાવવામાં ભારત સરકારે મદદ કરી છે.

Last Updated : Mar 2, 2022, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details