- જોધપૂરમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોના દર્દીઓના મૃત્યું
- હોસ્પિટલમાં બેડની ભારે અછત
- જિલ્લામાં વધી રહ્યા છે કોરોના કેસ
જોધપુર: કોરોના કાળમાં શુક્રવારને બ્લેક ફ્રાઇડે તરીકે યાદ કરવામાં આવશે, કારણ કે જિલ્લામાં શુક્રવારે 24 કલાકમાં, કોરોનાએ 36 દર્દીઓનો ભોગ લીધો. તેમાંથી, 32 ડોક્ટર એસ.એન.મેડિકલ કોલેજની હોસ્પિટલોના દર્દી હતા અને 4 એઈમ્સમાં મૃત્યુ પામ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં 18 વ્યક્તિઓના થયા છે. જ્યારે એમડીએમમાં 14 દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.
હોસ્પિટલ તંત્ર બેહાલ
મહાત્મા ગાંધી હોસ્પિટલની નબળી વ્યવસ્થા દર્દીઓ પર ભારે પડી રહી છે. મથુરા દાસ માથુર હોસ્પિટલ અને અન્ય સ્થળોએ બેડ ન હોવાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. અહીં શુક્રવારે ફરી એકવાર 1711 કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઓણખ થઈ છે. જેના કારણે શહેર અને જિલ્લામાં કોરોના સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે.