ગુજરાત

gujarat

By

Published : Aug 18, 2021, 12:46 PM IST

ETV Bharat / bharat

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ

આઝાદ હિન્દ ફોઝના સંસ્થાપક અને આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. જોકે, બોઝના મૃત્યુને લઇને ઘણા રહસ્યો હજુ પણ ઘૂંટાતા રહ્યાં છે.

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ

  • સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ
  • આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ
  • મૃત્યુને લઇને ઘણા રહસ્યો હજુ પણ ઘૂંટાતા રહ્યા છે

ન્યૂઝ ડેસ્ક : સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યું હતું. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતું. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.

સુભાષચંદ્ર બોઝ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા

નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

આ પણ વાંચો : ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ

અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો

બોઝનું નિધન ક્યારે થયું છે તેની સત્તાવાર તારીખ હજુ પણ સુધી કોઇને ખબર નથી પરંતુ 18મી ઓગસ્ટ 1945ના રોજ તેમનું નિધન થયું એવું સર્વ સ્વીકૃત છે. બોઝની પુણ્યતિથિએ રાજકીય નેતાઓએ નેતાજીને યાદ કર્યાં હતા.તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરમાં મશહૂર વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની પ્રેક્ટિસ શુરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાબા સમય સુધી કામ કર્યુ હતું અને તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા.અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા

બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર 15 વર્ષની કિશોર વયે તેઓ 'ગુરુ'ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા.

આ પણ વાંચો : LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

જીવનકાળ દરમિયાન સુભાષચંદ્ર કુલ 11 વખત જેલ ગયા હતા

સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષબાબુએ વ્યક્ત કરી હતી. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કલકત્તાની મહાનગર પાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહિદોના પરિવારજનોને મહાનગર પાલિકામાં રહેમરાહે નોકરી આપવાનુ ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતું.પોતાના જીવનકાળ દરમિયાન સુભાષચંદ્ર કુલ 11 વખત જેલ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details