દિલ્હી: મહાન સંગીતકાર, ચિત્રકાર, લેખક , કવિ અને વિચારક ગૂરૂદેવ રવીંન્દ્રનાથ ટાગોરને ગુરૂદેવના નામે પણ ઓળખવામાં આવી છે. તે વિલક્ષણ પ્રતિભાના ધની હતી. ગુરૂદેવ રવીંન્દ્ર નાથ ટાગોર પહેલા ભારતીય, પહેલા એશિયાઈ અને પહેલા બિન યુરોપીય હતા જેમણે સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
કોલકત્તામાં જન્મ
ગુરૂનાથ રવીંન્દ્રનાથ ટાગોરજીનો જન્મ 7 મે 1861માં કોલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી હતું. તેમનું શાળાનું શિક્ષણ સેંટ જેવિયર સ્કુલમાં થઈ હતી. તે બાદ તેઓ બેરીસ્ટરનું સપનું પુરુ કરવા માટે 1978માં ઇંગ્લેન્ડના બ્રિજટોનમાં એક પબ્લિક સ્કુલમાં દાખલો લીધો હતો. તેમણે લંડનની વિશ્વ વિદ્યાલયમાં વકાલતનું ભણ્યું હતું પણ 1880 ડિગ્રી લીધા વિના પાછા આવી ગયા હતા.
વિલક્ષ પ્રતિભાના ધની
7ઓગસ્ટ 1941ના દિવસે તેમણે કોલકત્તામાં છેલ્લા શ્વાસ લીધા હતા. ગુરૂદેવ વિલક્ષણ પ્રતિભાઓ ધરાવતા હતા. તે કવિ, સાહિત્યકાર, દાર્શનિક, નાટકકાર, સંગીતકાર અને ચિત્રકાર હતા. વિશ્વવિખ્યાત મહાકાવ્ય ગીતાજંલીની રચના માટે તેમને 1913 સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ જીતવાવાળા તે એકલા ભારતિય છે.
આ પણ વાંચો: ભાગ્યે જ જોવા મળતી ઘટના, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યા જન્મ