- નાક, ખાંસી, માથાનો દુખાવો એ સાયનસાયટીસના લક્ષણો
- નાકમાં આવેલી નાની હવાની કોથળીઓ સાયનસીસને અસર કરે છે
- તમાકુ અને ધુમ્રપાન કરવાથી પણ સાયનસાયટીસ થાય છે
ન્યૂઝ રૂમઃ હૈદરાબાદની એએમડી આયુર્વેદિક મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને આયુર્વેદમાં એમડી એવા ડૉ. રાજ્યલક્ષમી માધવમના જણાવ્યા પ્રમાણે, સાયનસાયટીસ એ નાકની અંદર આવેલા અનુનાસિક ભાગમાં અથવા મ્યુકોસ મેમ્બરેન પર થતી બળતરા છે, જે સામાન્ય રીતે ચેપના કારણે થાય છે. તમે ઘણી વખત લોકોને તેમના સતત વહેતા નાક, ખાંસી અને માથાના દુખાવા વિશે ફરીયાદ કરતા સાંભળ્યા હશે. આ તમામ લક્ષણો સાયનસ ઈન્ફેક્શનના છે અથવા તેને સાયનસાયટીસ કહી શકાય છે. તે નાકમાં આવેલી નાની હવાની કોથળીઓ એટલે કે સાયનસીસને અસર કરે છે. આ સાયનસિસ નાકમાં લાળ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે. આયુર્વેદિકના નિષ્ણાત ડૉ. રાજ્યલક્ષ્મી સાથે આ વિષય પર વાત કરતા અમને આયુર્વેદની દૃષ્ટિએ સાયન્સ વિશે કેટલીક વધુ વિગતો મળી તેમ જ કયા ઔષધી તેના ઉપચાર માટે ઉપયોગમાં લઈ શકાય છે તે વિશે વધુ વિગતો મળી હતી.
સાયનસાયટિસના કારણો:
ડૉ. રાજ્યલક્ષમીના કહેવા પ્રમાણે આધુનિક તબીબી વિજ્ઞાન અને આયુર્વેદમાં આપેલા સાયનસાયટિસના કારણોમાં તફાવત જોવા મળે છે. તેમણે આપેલી માહિતી અંગે જાણો સાયનસાયટિસના કારણોઃ
- ધૂળ અને પ્રદુષણનો સંપર્ક થવાથી
- રાસાયણના કારણે થતી બળતરા
- અનુનાસિક પોલિપ્સ
- વિચલિત અનુનાસીક ભાગ (ડીએનએસ)
- નબળી રોગ પ્રતિકારક ક્ષમતા
- દાંતનું ઇન્ફેક્શન
- તમાકુ અને ધુમ્રપાન કરવાથી
આયુર્વેદ પ્રમાણે સાયનસ પાછળ આ કારણો જવાબદાર છેઃ
- અતિશય પ્રમાણમાં ખોરાક લેવાથી
- પચવામાં લાંબો સમય લાગે તેવો ભારો ખોરાક લેવાથી
- તૈલી પદાર્થના વધુ પડતા વપરાશથી
- વધુ પડતા ઠંડા પાણીનો ઉપયોગ
- બેઠાડુ જીવનશૈલી
- વધુ પડતી ઉંઘ અથવા દિવસના ભાગમાં લેવાતી ઉંઘ
- ધુળ, ધુમાળો અથવા ઠંડા પવનનો સંપર્ક
- વાતાવરણમાં થતો અચાનક બદલાવ
- કુદરતી આવેગોનું દમન
નિશાનીઓ અને લક્ષણોઃ
- આયુર્વેદ અને આધુનિક તબીબી વિજ્ઞાનમાં વર્ણવવામાં આવેલી સાયનસની નિશાનીઓ અને લક્ષણો એક સમાન છે.
- સાયનસીસમાં થતો દુખાવો
- નાક ભરાવવું
- નાકમાંથી પાણી નીકળવું અને સફેદ તેમ જ પીડાશપડતા દ્રવ્યનું બનવું
- અનુનાસિક સ્ત્રાવનું વધુ પડતુ ઉત્પાદન થવું
- આંખમાં અને કાનમાં દુખાવો થવો
- થાક લાગવો
- હળવો તાવ રહેવો
- માથુ ભારે લાગવુ
- આંખની કોર અને મોં ફુલાવુ કે સોજો આવવો