- મૃતક ચિતા પરથી બેઠો થયો
- એમ્બ્યુલન્સમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો
- મૃતકને પરિવાર દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
- ડૉક્ટરે તપાસીને મૃત જાહેર કર્યો
મધ્ય પ્રદેશ : અશોકનગરના મુક્તિધાન ખાતે ગુરુવારના રોજ એક મૃતદેહ ચિતા પર બેસી જતા ખડભડાટ મચ્યો હતો. સમગ્ર ઘટના એવી છે કે, મૃતકને અંતિમ સંસ્કાર કરવા માટે ચિતા પર સુવડાવવામાં આવ્યો હતો. જે દરમિયાન તેનો અવાજ હાજર રહેલા લોકોને સંભળાયો હતો, તેમ હાજર લોકોએ જણાવ્યું હતું. આ સાથે લોકોનું એમ પણ કહેવું છે કેસ આ મૃતક ચિતા પરથી બેઠો થયો હતો. જે બાદ મૃતકના સંબંધીઓ દ્વારા ડૉક્ટરને બોલાવવામાં આવતા ડૉક્ટર મુક્તિધામ દોડી આવ્યા હતા. ડૉક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરીને લોકોને માત્ર વહેમ થયો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો -આંબેડકર હોસ્પિટલે મૃત મહિલાને જીવિત જાહેર કરી, મુક્તિધામથી પરત ફર્યો પરિવાર