- નવાદા જિલ્લાના ફુલવારિયા ડેમમાંથી 3 મૃતદેહો મળી આવ્યા
- રજૌલી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે આવી પહોંચી
- મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
નવાદા (બિહાર) :જિલ્લાના રજૌલી પોલીસ સ્ટેશનના હલ્દિયા વિસ્તારમાં આવેલા ફુલવારિયા ડેમમાંથી સવારમાં ચાર મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ મૃતદેહોમાં એક મહિલા, એક છોકરો અને બે છોકરીઓના મૃતદેહ છે. રાજૌલી ઇન્સ્પેક્ટર દરબારી ચૌધરી આની માહિતી મળતા તોઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે તપાસ કરી મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
આ પણ વાંચો : બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ
ડેમના કિનારા પર મહિલા અને બાળકોના મૃતદેહો મળ્યા
હલ્દિયાના ફુલવરિયા ડેમમાંથી બહાર કાઢેેલા મૃતદેહોને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે, આસપાસના ગ્રામજનો ડેમ તરફ ગયા હતા. ત્યારે તેની નજર ડેમના કિનારે પડેલા ચાર મૃતદેહો પર પડી હતી. જ્યારે જાણવા મળ્યું કે, ડેમના કિનારા પર મહિલા અને બાળકોના મૃતદેહો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઈ હતી. ગામલોકોનું ટોળુ પણ ત્યાં એકત્રિત થયું હતું. પરંતુ મૃતકોની ઓળખ થઇ શકી ન હતી. ત્યારબાદ આની માહિતી તાત્કાલિક રાજૌલી પોલીસ સ્ટેશનનેે આપવામાં આવી હતી.'