ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઈડાના હાપુરથી એક યુવતીનો મૃતદેહ મળ્યો - Noida news

નોઈડાનાં સેક્ટર- 35 સ્થિત એક ખાનગી હોસ્પિટલની બહાર ઉભેલી એક એમ્બ્યુલન્સમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતી સગીર છે અને દસ દિવસ પહેલા હાપુરનાં સિંભાવલી વિસ્તારનાં એક ગામમાંથી ગુમ થઈ છે. પરિવારે યુવતીના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. CCTV ફૂટેજમાં પોલીસને બે વ્યક્તિ મૃતકને લાવતા દેખાઈ રહ્યાં છે. નોઇડા પોલીસે મૃતદેહ મળવાની અને CCTV ફૂટેજની માહિતી હાપુર પોલીસને સોંપી છે.

Noida
Noida

By

Published : Apr 3, 2021, 4:48 PM IST

  • એક ખાનગી હોસ્પીટલની બહાર એક એમ્બ્યુલન્સમાં મૃતદેહ મળી આવ્યો
  • દસ દિવસ પહેલાં ગુમ થયેલી એક સગીર યુવતીનો મૃતદેહ મળ્યો
  • સેક્ટર -24 પોલીસ મથકે મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો

નવી દિલ્હી / નોઈડા: હાપુર પોલીસ સ્ટોશનનાં સિભાંવલી વિસ્તારનાં એક ગામમાંથી દસ દિવસ પહેલાં ગુમ થયેલી એક સગીર યુવતીનો મૃતદેહ નોઈડાનાં સેક્ટર-35 સ્થિત એક ખાનગી હોસ્પીટલની બહાર એક એમ્બ્યુલન્સમાં મળી આવ્યો છે. આ બાતમી મળતાં સેક્ટર -24 પોલીસ મથકે મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

ઘટનાની માહિતી હાપુર પોલીસની સાથે શેર કરી હતી

નોઈડા પોલીસે ઘટનાની જાણકારી હાપુર પોલીસને આપી દીધી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર યુવતીને હોસ્પિટલ લઈને આવનારા બે લોકોની CCTV ફૂટેજ પણ નોઈડા પોલીસે સોંપી દીધી છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવતી બે લોકોની વચ્ચે બાઈક પર પડેલી છે.

હોસ્પિટલમાં લાવ્યા બાદ ડૉક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી

CCTV ફૂટેજમાં બહાર આવ્યું છે કે સેક્ટર -35માં આવેલી એક ખાનગી હોસ્પિટલની બહાર બાઈક પર સવાર બે લોકો એક યુવતીનાં ઈલાજ માટે આવ્યા હતા. અહીં ડૉક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. જે બાદ તેમણે મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સની માગ કરી હતી.

આ પણ વાંચો :મથુરાના આગ્રા- દિલ્હી હાઈવે 25 વર્ષિય યુવકનો મૃતદેહ એક કારમાંથી મળ્યો

ATMમાંથી પૈસા ઉપાડવાનું બહાનું કરી આરોપી નાસી છૂટ્યાં

એમ્બ્યુલન્સ ચાલકે પોલીસને જણાવ્યું કે, આરોપી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાખીને, ATMમાંથી પૈસા ઉપાડવાનું બહાનું બતાવીને ત્યાંથી જવા લાગ્યા હતા. એમ્બ્યુલન્સ ચાલકે તેમનો મોબાઈલ નંબર માંગતા તેમણે મૃતકના પરિવારજનોનો નંબર આપ્યો હતો અને પૈસા ઉપાડવાની વાત કરીને ચાલ્યા ગયા હતા. આરોપી ઘણાં સમયથી પાછા ન ફરતા એમ્બ્યુલન્સ ચાલકે તેમણે આપેલા નંબર પર ફોન કરતા મૃતકનાં પરિવારજનોએ ઉપાડ્યો હતો, ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી.

આ પણ વાંચો :બબીતા ફોગાટની પિતરાઈ બહેન રિતિકાએ ફાંસી લગાવી, કુશ્તીની ફાઇનલમાં હારી જવાથી કરી આત્મહત્યા

મૃતકનાં પરિવારે ફૂટેજનાં આધારે એક આરોપીની ઓળખ કરી

CCTV ફૂટેજના આધારે પરિવારના સભ્યોએ એક વ્યક્તિની ઓળખ કરી છે. તેનું નામ ફિરોઝ જણાવવામાં આવી રહ્યું છે. પરિવારના સભ્યો અનુસાર, 22 માર્ચે ફિરોઝ તેના ઘરે પહોંચ્યો હતો અને પુત્રીના ગુમ થવા પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું. આરોપીએ એમ પણ કહ્યું હતું કે પોલીસને માહિતી ન આપવી જોઈએ.

શ્વાસ રૂંધાવાને કારણે થયુ યુવતીનું મૃત્યુ

સગીર યુવતીનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર અભિષેક દુબેએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમની પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવતી 14 વર્ષની છે. મૃત્યુનું કારણ શ્વાસ ન લઈ શકવું જણાય છે. મૃતકના શરીર પર કોઈ બાહ્ય કે આંતરિક ઈજાના નિશાન મળ્યા નથી અને દુષ્કર્મની પણ પુષ્ટિ થઈ નથી. મૃતદેહને લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

ABOUT THE AUTHOR

...view details