ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાલઘરના શ્રીરામ નગરમાં લાવારીસ બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો - palghar dead body

પાલઘરના શ્રીરામ નગર ખાતે બેગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં આ અંગે માહિતી આપી હતી. પોલીસે પંચનામું કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મહિલાની ઓળખ હજી જાહેર થઈ નથી.

પાલઘર
પાલઘર

By

Published : Mar 29, 2021, 7:52 PM IST

  • ત્યજી દેવાયેલી બેગમાંથી મળ્યો મૃતદેહ
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
  • મહિલાની ઓળખ હજી થઈ નથી

પાલઘર (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શ્રીરામ નગર વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ ત્યજી દેવાયેલી બેગમાંથી મળી આવ્યો છે. બનાવની માહિતી મળતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો:બે દિવસ અગાઉ આત્મહત્યા કરનારા કાંકરેજના યુવકનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે વધુ તપાસ હાથ ધરી

રવિવારે મોડી રાત્રે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાની ઓળખ હજી થઈ નથી. હાલ પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:હાલોલમાં પુસ્તકાલયની અગાસી પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ABOUT THE AUTHOR

...view details