જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીનું ત્રીજા તબક્કા માટેનું મતદાન શરૂ થયું હતું મતદાન સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવ્યુ હતું.
જમ્મુ કાશ્મીરઃ DDC ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું 50 ટકાથી વધુ મતદાન થતાં ભાજપ ઉત્સાહિત - Jammu and Kashmir
જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીનું ત્રીજા તબક્કા માટેનું મતદાન શરૂ થયું હતું. આ મતદાન સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 50.53 ટકા મતદાન નોંધાયું હતું.
jammu
જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 305 ઉમેદવારો છે, જેમાં 252 પુરૂષ અને 53 મહિલા ઉમેદવાર છે. નોંધનીય છે કે, 1 ડિસેમ્બરના રોજ બીજા તબક્કા માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 48.62 ટકા મતદાન થયું હતું.
કાશ્મીરમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. જેમાં કુલ 50.53 ટકા મતદાન નોંધાયું છે. જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની કુલ 280 બેઠકો છે. ત્રીજા તબક્કાની 33 બેઠકો પર મતદાન યોજાયું હતું. કાશ્મીર વિભાગમાં 16 બેઠક અને જમ્મુ વિભાગની 17 બેઠકો છે.
Last Updated : Dec 4, 2020, 10:08 PM IST