નવી દિલ્હી: દિલ્હીના મહિલા આયોગે (Delhi Commission For Women) મેટ્રિમોનિયલ પોર્ટલ (Matrimonial Portal) પર મહિલાઓ સાથે છેતરપિંડીની અનેક ઘટનાઓ અંગે સ્વ-મોટો સંજ્ઞાન લેતા મેટ્રિમોનિયલ સાઇટ્સને (Matrimonial Site) નોટિસ જારી કરી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મેટ્રિમોનિયલ સાઇટ્સને નોટિસ જારી કરી છે અને તેમને મહિલા વપરાશકર્તાઓની સુરક્ષા માટે લેવામાં આવેલા વિવિધ સુરક્ષા પગલાં વિશે જણાવવા અને નકલી પ્રોફાઇલ્સ બનાવવાથી રોકવા માટે કહ્યું છે.
આ પણ વાંચો:એ અંતિમ દડો જેણે ગોલ્ડ અને એ અંતિમ ક્ષણો જેણે હર્ષ અપાવ્યો, જૂઓ વીડિયો...
આયોગે ફરિયાદોની વિગતો પણ માંગી :આયોગે પૂછ્યું છે કે, શું આ પોર્ટલ પર પ્રોફાઇલ બનાવવા માટે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ફોટો ઓળખ દસ્તાવેજ જરૂરી છે. આ ઉપરાંત, કમિશને પોર્ટલ દ્વારા નકલી પ્રોફાઇલ બનાવવા, માહિતી છુપાવવી, જાતીય સતામણી, બ્લેકમેઇલિંગ, છેડતી વગેરે અંગે મળેલી ફરિયાદોની વિગતો પણ માંગી છે. કમિશને 2018 થી સાઇટ્સ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી પ્રોફાઇલ્સની સંખ્યા સાથે પ્રોફાઇલ્સને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયાની વિગતો આપવાનું પણ કહ્યું છે.
કમિશને પોર્ટલને 12 ઓગસ્ટ સુધીમાં માહિતી આપવાનું કહ્યું : કમિશને પોર્ટલને કહ્યું કે, તે એવા લોકોને તે મહિલાની ઓળખ ગુપ્ત રાખવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવે કે, જેની સાથે તે વાત કરવા માંગતી નથી. કમિશને કેટલીક ડેટિંગ સાઇટ્સના ઉદાહરણો પણ ટાંક્યા છે, જ્યાં ફક્ત મહિલાઓ જ વાતચીત શરૂ કરી શકે છે. મેટ્રિમોનિયલ પોર્ટલને પૂછવામાં આવ્યું છે કે, શું તેઓ મહિલા યુઝર્સને અનિચ્છનીય પરિસ્થિતિઓથી બચાવવા માટે આવી સિસ્ટમ લગાવે છે. કમિશને પોર્ટલને 12 ઓગસ્ટ સુધીમાં માહિતી આપવાનું કહ્યું છે.
મેટ્રિમોનિયલ પોર્ટલ :જ્યાં હજારો લોકો તેમના જીવનસાથીની શોધ માટે મેટ્રિમોનિયલ પોર્ટલનો ઉપયોગ કરે છે, ત્યાં છેતરપિંડી અને ઉત્પીડન અટકાવવા માટે એક સિસ્ટમ હોવી જોઈએ. તે કેવી રીતે શક્ય બન્યું કે એક વ્યક્તિ આ પોર્ટલ દ્વારા 27 લગ્નો કરી શક્યો? અમે નોટિસો જારી કરી છે અને આ પોર્ટલ પર મહિલાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના અપરાધોને રોકવા માટે યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરીશું.
આ પણ વાંચો:Commonwealth Games 2022: ગુજરાતના ગોલ્ડન બોયે ભારતને ટેબલ ટેનિસમાં ગોલ્ડ અપાવ્યો
મેટ્રિમોનિયલ પોર્ટલ પર નકલી પ્રોફાઇલ બનાવીને 27 મહિલાઓ સાથે લગ્ન કર્યા : દિલ્હીમાં એક મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મેટ્રિમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવીને દેશભરની 100 થી વધુ મહિલાઓને લગ્નનો પ્રસ્તાવ મૂકવા અને પછી તેમની પાસેથી પૈસા પડાવવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, ઓડિશામાં પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ છેલ્લા કેટલાક વર્ષોમાં મેટ્રિમોનિયલ પોર્ટલ પર નકલી પ્રોફાઇલ બનાવીને 27 અલગ-અલગ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આ મામલે પંચે તપાસ શરૂ કરી છે.