નવી દિલ્હી:દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે (Delhis Commission for Women chief Swati Maliwal) ટીવી ચેનલ પર આવતી મહિલા વિરોધી જાહેરાતનો વિરોધ કર્યો છે. તેમણે એ વિષય પર કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરને એક પત્ર લખ્યો છે. દિલ્હી મહિલા આયોગના ધ્યાનમાં એક જાહેરાત (malicious Advertisement For Women) આવી છે. જે એક પર્ફ્યુમ બ્રાંડની છે. જેને વારંવાર ટીવી પર બ્રોડકાસ્ટ કરાઈ હતી. જેમાં એક યુવક અને યવતી એક બેડ પર બેઠા છે. પછી ચારેય બાજુથી રૂમમાં યુવાનો આવી જાય છે. એક યુવાન એવું પૂછે છે કે, શોટ માર્યો (Promotion of rape culture) લાગે છે. બેડ પર બેઠેલો એક યુવાન કહે છે, હા માર્યોને. પછી પેલો યુવાન કહે છે હવે અમારો વારો.
આ પણ વાંચો:મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: જાણો શું છે કારણ?
દ્વીઅર્થી સંવાદ: આટલું કહ્યા બાદ યુવાન યુવતી બાજુ આગળ વધે છે. આ પ્રકારનો વાર્તાલાપ સાંભળીને યુવતી પણ ચોંકી જાય છે. જે મુંઝાય છે અને અકળાઈ ઊઠે છે. એ પછી યુવાન શોટ નામની એક પર્ફ્યુમની બોટલ ઊપાડે છે. એ પછી યુવતી રાહતના શ્વાસ લે છે. જાણે યુવતી કોઈ સામુહિક કુકર્મથી બચી હોય. આ જ બ્રાંડની અન્ય એક જાહેરાતમાં ચાર યુવાન એક સ્ટોરમાં રહેલી યુવતીનો પીછો કરો છે. એની બરોબર પાછળ ઊભા રહીને વાતચીત કરે છે. આપણે ચાર અને આ એક શોટ કોણ લેશે. આવી વાતચીતથી યુવતી એકાએક ડરી જાય છે. પછી યુવાન ફરી એક શોટના પર્ફ્યુમની બોટલ ઊપાડે છે. પછી યુવતીના જીવમાં જીવ આવે છે.