- DCGIએ કોરોના વેક્સીનના મિશ્રિત ડોઝને આપી મંજૂરી
- કોવેક્સીન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝ લગાવવાને લઈ અભ્યાસને મંજૂરી
- આ અભ્યાસ અને તેના ક્લિનિકલ ટ્રાયલ્સ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરાશે
નવી દિલ્હી: ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)ને કોરોના રસી કોવેક્સીન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝ લગાવવાને લઈને એક અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે મંગળવારે પ્રેસ વાર્તામાં કહ્યુ કે, બંન્ને રસીઓનો ડોઝના મિશ્રણ પર ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર (તમિલનાડુ)ને એક શોધ માટે અભ્યાસની મંજૂરી આપી દીધી છે.
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવશે અભ્યાસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અભ્યાસ અને તેના ક્લિનિકલ ટ્રાયલ્સ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવશે. સીડીએસસીઓની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ બંને રસીઓના મિશ્રણ માટે અભ્યાસની ભલામણ કરી હતી.
આ અભ્યાસ ICMR ના અભ્યાસથી અલગ હશે
આ અભ્યાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અભ્યાસથી અલગ હશે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બે કોવિડ રસીઓ જોડવાથી વધુ સારી સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ મળે છે.