- મોરબીમાં થોડા સમય પહેલા વેપારી સાથે બની હતી લૂંટની ઘટના
- બે લૂંટારુઓ લૂંટ ચલાવીને દિલ્હી ભાગી ગયા હતા
- બન્ને આરોપીઓની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી
નવી દિલ્હી :રાજધાની સહિત અનેક રાજ્યોમાં લૂંટ કરનાર ગેંગના 2 બદમાશોની સ્પેશિયલ સેલ (Special Cell) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાએ કહ્યું હતું કે, 30 સપ્ટેમ્બરે ગુજરાત પોલીસ તરફથી માહિતી મળી હતી કે, બે લુખ્ખાઓ ત્યાં લૂંટ ચલાવીને દિલ્હી ભાગી ગયા છે, ત્યારબાદ આ માહિતીના આધારે ઇન્સ્પેક્ટર શિવકુમારની ટીમએ બન્ને શંકાસ્પદ યુવકોને કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપી પાસેથી પિસ્તોલ સહિત જીવતા કારતુસ મળ્યા
પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા સંદીપ અને જયદીપની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી એક પિસ્તોલ, 6 જીવતા કારતુસ અને લગભગ 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ બાદ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે ગુજરાતના મોરબી શહેરમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. જયદીપ આ ઘટનાનો બાતમીદાર હતો.
આરોપીઓ માત્ર થોડી રકમ લઈને ભાગ્યા