નવી દિલ્હી:ભાગેડુ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) સમાચાર અવારનવાર આવતા રહે છે દાઉદ ઈબ્રાહિમ લોકોમાં હજુ પણ ચર્ચાનો વિષય બનીને રહે છે. ફરી એકવાર દાઉદના સમાચાર આવ્યા છે. જેમાં માહિતી મળી છે કે તેણે છૂટાછેડા લીધા હતા તે ખોટું બોલ્યો હતો. કેમકે તેની પહેલી પત્ની હસીના પારકરના પુત્ર અને દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અલીશાહ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જણાવ્યું હતું કે, એક પાકિસ્તાની પઠાણ મહિલા સાથે લગ્ન કર્યા હતા. અલીશાહ પારકરે ગુપ્તચર એજન્સીને જણાવ્યું કે દાઉદની પહેલી પત્ની માઈઝાબીન વોટ્સએપ કોલ દ્વારા લોકોના સંપર્કમાં રહે છે.
કોણ છે દાઉદ ઈબ્રાહિમ: દાઉદ ઈબ્રાહિમ મુંબઈ પોલીસના પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હતો. તેમના પિતાની વાત કરવામાં આવે તો તે દાઉદ ઈબ્રાહિમથી બહું જ અલગ જોવા મળતા હતા કેમકે તે ઈમાનદાર હતા.અને દાઉદ અંડરવર્લ્ડમાં સૌથી મોટો ખતરનાક અને શક્તિશાળી.કહી શકાય કે તે જે વિસ્તારથી આવતો હતો એટલે કે મુંબઈના ડોંગરી વિસ્તારમાં તેના કારણે તેણે આ ગેંગ વોર શરૂઆત કરી હોઇ શકે. જો તે આ વિસ્તારમાં ના રહેતો હોત તો દાઉદ કદાચ આંતકની દુનિયામાં ન હોત. ડોંગરીમાં તે હાજી મસ્તાનની ગેંગના સભ્યો સાથે સંપર્કમાં આવ્યો અને તેની ગેંગ વોર શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો અન્ડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના 2 વકીલોને મળી 6 સંપત્તિ