ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Big Basketનો ડેટા હેક, હેકરે સેલમાં 2 કરોડ લોકોના ડેટાની કિંમત 30 લાખ લગાવી - બિગબેસ્કેટ દ્વારા ડેટા લીકની ફરિયાદ

કરિયાણાની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતી કંપની બિગબાસ્કેટ તેના વપરાશકર્તાઓનો ડેટા લીક થવાની ફિરયાદ નોંધાવી છે. સાયબર ઈન્ટેલિજન્સ કંપની સાબઇલના જણાવ્યા અનુસાર ડેટા બ્રેકને કારણે બિગબાસ્કેટના અંદાજે બે કરોડ વપરાશકારોની વિગતો 'લીક' થઈ છે.

બિગબેસ્કેટ
બિગબેસ્કેટ

By

Published : Nov 9, 2020, 8:32 AM IST

Updated : Nov 9, 2020, 8:48 AM IST

  • બિગબાસ્કેટે લોકોના ડેટા લીક થવાની ફરિયાદ
  • વપરાશકર્તાઓનો ટેડા લીક થવાની ફિરયાદ
  • સાયબર ઈન્ટેલિજન્સ કંપની સાબઇલના દ્વારા તપાસ

નવી દિલ્હી :કરિયાણાની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતી કંપની બિગબાસ્કેટ પર લોકોના ડેટા લીક કરવાના આરોપ છે. સાયબર ઈન્ટેલિજન્સ કંપની સાયબલના જણાવ્યા અનુસાર ડેટા બ્રેકને કારણે બિગબાસ્કેટના લગભગ બે કરોડ વપરાશકારોની વિગતો 'લીક' થઈ છે.

સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ

કંપનીએ આ અંગે બેંગલુરુમાં સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે અને સાયબર નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસ કરી રહી છે. સાયબલે કહ્યું કે, એક હેકરે બિગબાસ્કેટનો ડેટા 30 લાખ રૂપિયામાં વેચવા મૂક્યો છે.

બિગબાસ્કેટનો ડેટાબેઝ સાયબર ક્રાઇમ માર્કેટમાં 40,000 ડોલરમાં વેચાઇ રહ્યો છે

  • સાઇબલે બ્લોગમાં જણાવ્યું કે, ડાર્ક વેબની નિયમિત દેખરેખ દરમિયાન, સાબઇલની સંશોધન ટીમે શોધી કાઢયું કે,બિગબાસ્કેટનો ડેટાબેઝ સાયબર ક્રાઇમ માર્કેટમાં 40,000 ડોલરમાં વેચાઇ રહ્યો છે. એસક્યુએલ ફાઇલ લગભગ 15 જીબીની છે. જેમાં અંદાજે 20 કરોડ વપરાશકર્તાઓનો ડેટા છે.
  • આ ડેટામાં નામ, ઈ-મેલ આઈડી, પાસવર્ડ હેશઝ, સંપર્ક નંબર (મોબાઇલ ફોન અને ફોન, સરનામું, જન્મ તારીખ, સ્થાન અને આઈપી સરનામું સામેલ છે. સાઇબલે પાસવર્ડનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે કંપની વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરે છે. જે દરેક સમયે લોગ ઇન કરતા તે બદલાય છે.
  • બિગબાસ્કેટ એક નિવેદનમાં જણાવ્યું છે કે, થોડા દિવસો પહેલા અમને સંભવિત ડેટા ભંગ વિશે માહિતી મળી હતી. અમે તેનું મૂલ્યાંકન કરવાનો અને દાવાને ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આ અંગે બેંગાલુરુના સાયબર ક્રાઇમ સેલમાં પણ ફરિયાદ નોંધાવી છે.
Last Updated : Nov 9, 2020, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details