- નાર્કોટિક્સ વિભાગે કોટા પોલીસને આપી હતી માહિતી
- કુખ્યાત દાનિશ ચિકના દાઉદની ગેંગનો માણસ છે
- મુંબઈના ડોંગરી વિસ્તારમાં છુપાયો હતો દાનિશ ચિકના
આ પણ વાંચોઃમહેસાણામાં RDX મામલે ઝડપાયેલા અબ્દુલ કુટ્ટી પાસેથી માહિતી મેળવવામાં પોલીસ નિષ્ફળ
કોટાઃ શુક્રવારે કોટા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. કોટા પોલીસે નાર્કોટિક્સ વિભાગની સૂચના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં જોડાયેલો દાનિશ ચિકના ઉર્ફે ચિકના ફન્ટમની ધરપકડ કરી છે. આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારથી ફરાર થયો હતો. શુક્રવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારમાં હોવાના ઈનપુટ આપ્યા હતા.