- ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ બની
- ચમોલી, બેરીનાગ, ઘનૌલ્ટી, કોટદ્વાર વિસ્તારમાં ફેલાઈ આગ
- કંડીસૌડ તાલુકાની પોલીસ લોકોને જાગૃત કરી રહી છે
ઉત્તરાખંડઃ જંગલોમાં લાગેલી આગ બૂઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસ ચાલી રહ્યા છે. આગના કારણે અહીં જિલ્લા અધિકારી ટિહરીના આદેશ પર કંડીસૌડ તાલુકાના પોલીસ અધિકારી ગંગાપ્રસાદ પેટવાલ મેંડખાલ વિસ્તારમાં આગને રોકવા અંગે લોકોને જાગૃત કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ, 90થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા
આગને બૂઝવવામાં વન વિભાગ નિષ્ફળ
પિથોરાગઢ જિલ્લાના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી આગને બૂઝવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે કેટલાક સ્થળો પર તો લોકોના ઘર સુધી આગ પહોંચી ગઈ છે. રવિવારે મોડી રાતે તાલુકાની ઓફિસ સુધી આગ પહોંચી ગઈ હતી. જ્યારે ખિતોલી, ભરાડી, ત્રિપુરાદેવી, રાઈઆગર, દેવીનગર, ઉડિયારી બેન્ડ, જયનગર, પાંખુ સહિત અન્ય વિસ્તારોમાં પણ ઘણા દિવસોથી આગ લાગી છે.