- 2 ઑગષ્ટ 2019ના લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું
- ભારતના 25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના છે
- ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ ડેમ કાર્યરત
નવી દિલ્હી: ડેમ સેફ્ટી બિલ 2019 (dam safety bill 2019 passed in rajya sabha) રાજ્યસભાની કાર્યવાહીના ચોથા દિવસે પસાર કરવામાં આવ્યું હતું. ડેમ સેફ્ટી બિલ 29 જુલાઈ 2019 (dam safety bill 2019)ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 2 ઓગષ્ટ 2019ના રોજ પસાર થયું હતું.
25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના
રાજ્યસભામાં જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે (jal shakti minister gajendra singh shekhawat) કહ્યું કે, 40 વર્ષથી દેશમાં ડેમની સુરક્ષા માટે પ્રોટોકોલ (protocol for dam safety in india) તૈયાર કરવા પર ચર્ચા થઈ રહી છે. આપણા 25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના છે. ડેમને સુરક્ષિત બનાવવા માટે આ બિલ પાસ કરવું જરૂરી છે. રાજ્યસભામાં કોંગ્રેસ સહિત અનેકવિપક્ષી પાર્ટીઓના સભ્યોએ ડેમ સેફ્ટી બિલને રાજ્યોના અધિકારોમાં હસ્તક્ષેપ (interference in the rights of states) ગણાવીને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ કરી હતી.
બિલ બંધારણની જોગવાઇઓનો ભંગ કરીને લાવવામાં આવ્યું - શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ડેમ સેફ્ટી બિલ પર ચર્ચા (discussion on the dam safety bill 2021)માં ભાગ લેતાં કહ્યું હતું કે, આ બિલ બંધારણની જોગવાઈઓનો ભંગ કરીને લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બંધારણ મુજબ રાજ્યની અંદર ડેમનું નિર્માણ સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં (under the jurisdiction of the state government) આવે છે. તેમણે કહ્યું કે, જો 2 કે તેથી વધુ રાજ્યો તેમની વિધાનસભામાં 2 તૃતીયાંશથી વધારે બહુમતીથી ઠરાવ પસાર કરે છે અને કેન્દ્રને આ અંગે કાયદો બનાવવાની વિનંતી કરે છે, તો આવા ઠરાવ વિના કેન્દ્ર રાજ્યોના અધિકારોમાં (rights of the states) હસ્તક્ષેપ કરી શકે નહીં.
'નર્મદા ડેમના નિર્માણનો શ્રેય હું નથી લેતો'