ઉત્તર પ્રદેશ:ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં એક જ ગામમાં રહેતા બે યુવકોએ દલિત કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને (Uttar Pradesh gangrape) અંજામ આપ્યો હતો. આ પછી આરોપીએ કિશોરીને જીવતી સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ગંભીર હાલતમાં કિશોરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
માણસના રુપમાં રાક્ષસ, પહેલા દુષ્કર્મ પછી કિશોરીને લગાવી આગ
પીલીભીતથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં દલિત કિશોરીને ગેંગરેપ બાદ જીવતી સળગાવી દેવામાં આવી હતી. દાઝી ગયેલી કિશોરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાથે જ પોલીસના ધ્યાને આવતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Pilibhit gang rape cases, Uttar Pradesh gangrape,dalit teenager burnt alive
કિશોરી ગંભીર હાલતમાં: મધોટાંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામની રહેવાસી કિશોરીને 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. યુવતી ખરાબ રીતે દાઝી ગઈ હતી. જ્યાં તબીબોએ તેની સારવાર કરી હતી. 10 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કિશોરીએ ગામના બે યુવકો પર દુષ્કર્મ કરવાનો અને તેમને જીવતા સળગાવવાનો (dalit teenager burnt alive) આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી હતી.
કિશોરીના પિતાએ કરી ફરિયાદ: પીડિતાના પિતાએ જણાવ્યું કે, કિશોરીની હાલત સારી નથી. 10 સપ્ટેમ્બરે જ્યારે તેણીને હોશ આવ્યો ત્યારે તેણે તેના પરિવારને (Pilibhit gang rape cases) સંપૂર્ણ માહિતી આપી. પરિવારજનોને પણ આ પહેલા આ ઘટનાની કોઈ જાણકારી નહોતી. હાલ પોલીસે કિશોરીના પિતાની ફરિયાદના આધારે ગામના જ રહેવાસી રાજવીર અને તારાચંદ નામના બે યુવકો સામે ગેંગરેપઅને ખૂની હુમલો કરવાના કેસમાં ગુનો નોંધ્યો છે. આ મામલે પીલીભીતના SP દિનેશ પીએ કહ્યું કે, તપાસના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આ મામલે તપાસ હાથ ધરી છે. SPનું કહેવું છે કે, 10 સપ્ટેમ્બર પહેલા પરિવારના કોઈ સભ્યએ પોલીસમાં ફરિયાદ કરી ન હતી.